Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

HomeFact CheckWhatsApp દ્વારા નવા નિયમો લાગુ કરાયા અને હવે સરકાર પણ નજર રાખશે...

WhatsApp દ્વારા નવા નિયમો લાગુ કરાયા અને હવે સરકાર પણ નજર રાખશે દરેક મેસેજ પર, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

government announces new social media rules, WhatsApp group are in danger

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ તથા ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મનું નિયમન કરવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે નવા આઇટી કાયદાના સુધારાનો અમલ કરવા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, ગુગલ, વોટ્સએપ વગેરેને કડક આદેશ આપી દીધા છે. સાથે જ અમલ કર્યો કે કેમ તેનો રિપોર્ટ 15 દિવસમાં સોપવા પણ કહ્યું છે. ફેબુ્રઆરી મહિનામાં આ નિયમો લાગુ કરી દેવાયા હતા, જેના અમલ માટે કંપનીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ અમલ કર્યો કે કેમ તે અંગે હવે જવાબ માગવામાં આવ્યો છે.

સોશલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપએ ભારત સરકારની વિરુદ્ધ દિલ્લીમાં એક કેસ દાખલ કરાવ્યો છે. જેમાં ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમો પર રોક લગાવવા માટેની માંગ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કંપની કોર્ટમાં દલીલ કરી રહી છેકે, ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમોથી પ્રાઈવેસી ખતમ થઈ જશે.

government announces new social media rules, WhatsApp group are in danger
government announces new social media rules, WhatsApp group are in danger

આ ઘટના સંદર્ભે ફેસબુક અને વોટ્સએપ પર ભ્રામક મેસેજ વાયરલ થયા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે,

 • બધા કોલ હવે રેકોર્ડ કરવામાં આવશે.
 • બધી કોલ રેકોર્ડિંગ્સ સાચવવામાં આવશે.
 • વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હવે ટ્રેક કરવામાં આવશે.
 • તમારો ફોન મંત્રાલય સિસ્ટમથી કનેક્ટ થશે.
 • ખાતરી કરો કે તમે કોઈને પણ ખોટો સંદેશ નહીં મોકલો.
 • તમારા ભાઈ-બહેન, સંબંધીઓ અને મિત્રોને કહો કે આ વસ્તુની સંભાળ રાખે છે અને સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરે છે.
 • સરકાર અથવા વડા પ્રધાન વિરુદ્ધ કોઈ વિડિઓ કે પોસ્ટ મોકલશો નહીં.
 • આ સમયે કોઈ પણ રાજકીય કે ધાર્મિક મુદ્દે ખરાબ સંદેશ લખવો એ ગુનો છે.
 • પોલીસ એક જાહેરનામું બહાર પાડશે અને ત્યારબાદ સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
 • ગ્રુપના દરેક વ્યક્તિએ આ મુદ્દા પર વિચાર કરવો આવશ્યક છે.
 • ખાતરી કરો કે તમે કોઈ ખોટો સંદેશ મોકલશો નહીં અને દરેકને તેની સંભાળ લેવાનું કહો.

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપ માટે નવા નિયમો લાગુ કર્યા હોવાના દાવા સાથે ગુજરાત પોલીસના નામ સાથે એક પરિપત્ર પણ વાયરલ થયેલ છે. જેમાં કોઈપણ ભ્રામક પોસ્ટ અંગે ગ્રુપ એડમીનને 2 વર્ષની જેલ અને દંડ સુધી જોગવાઈ કરવામાં આવેલ છે.

government announces new social media rules, WhatsApp group are in danger
government announces new social media rules, WhatsApp group are in danger

Factcheck / Verification

વોટસએપના નિયમો બદલાય અને હવે સરકાર પણ નજર રાખશે તમારા મેસેજ પર જેવા દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ અને ફોરવર્ડ મેસેજ અંગે ગુગલ સર્ચ કરતા વોટસએપ દ્વારા વાયરલ દાવા પર 12 જાન્યુઆરીના ટ્વીટર અને વેબ બ્લોગ મારફતે કરવામાં આવેલ સ્પષ્ટતા જોવા મળે છે.

government announces new social media rules, WhatsApp group are in danger
government announces new social media rules, WhatsApp group are in danger

જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે વોટસએપ યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલ મેસેજ કે કોલ ટ્રેક કરી શકતા નથી. તેમજ વોટસએપ દ્વારા આ તમામ ડેટા કોઈપણ સરકારી કે ખાનગી કંપની ને મોકલવામાં આવતો નથી. વોટસએપ પર મોકલવામાં આવેલ દરેક મેસેજ અને કોલ એક એન્ક્રીપટ ડેટામાં ફેરવાઈ જાય છે, જે કોઈપણ અન્ય વ્યક્તિ દ્વારા ટ્રેક કરવું શક્ય નથી.

government announces new social media rules, WhatsApp group are in danger

આ પણ વાંચો :- બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘યાસ’ હોવાના દાવા સાથે 2016નો વિડિઓ વાયરલ, જાણો શું છે હકીકત

બીજો દાવો છે કે યુઝર્સ સરકાર સામે કંઈપણ શેર કરી શકે નહીં, આવા કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દે ગત વર્ષે, PIBFactCheckપ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ આ વાયરલ દાવાને ટ્વિટર મારફતે નકારી દીધો હતો. “વાયરલ ફોરવર્ડ મેસજ તદ્દન ભ્રામક છે, સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ નિયમો બનવવામાં આવ્યા નથીં

government announces new social media rules, WhatsApp group are in danger

ત્યારબાદ, સરકાર તમામ વોટસએપ પર શેર થતા તમામ મેસેજ અને કોલ પર દેખરેખ રાખી શકશે, જેના પર વોટસએપ દ્વારા એક નવી સુવિધા શરૂ થઈ હોવાના દાવા રેડ ટીક માર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બે બ્લુ ટીક માર્ક એટલે કે મેસજે વાંચવામાં આવ્યો છે, અને એક રેડ ટીક માર્ક એટલે કે સરકાર તમારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

આ વાયરલ દાવા પર PIBFactCheck ગત વર્ષે એપ્રિલ 2020ના ટ્વીટર મારફતે આ દાવો ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જેમાં તેમણે જણાવ્યું કે “વોટસએપ પર ટીક માર્ક શરૂ થયું હોવાના દાવા સાથે ફોરવર્ડ થઈ રહેલા મેસેજ તદ્દન ભ્રામક છે

government announces new social media rules, WhatsApp group are in danger

આ ઉપરાંત ગુજરાત પોલીસના નામ સાથે વાયરલ થયેલ લેટર અંગે હાલ કોઈ ન્યુઝ રિપોર્ટ કે સરકારી આધિકારિક વેબસાઈટ પર માહિતી જોવા મળતી નથી. આ અંગે આમારી તપાસ કાર્યરત છે, વધુ માહિતી સાથે ટૂંક સમયમાં અવગત કરાવીશું.

Conclusion

વોટસએપ દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા તેમજ ગુજરાત સરકાર દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપ માટે નવા નિયમો લાગુ કર્યા હોવાના દાવા સાથે અવયરલ થયેલા મેસેજ કે ન્યુઝ પેપર કટિંગ તદ્દન ભ્રામક છે. વોટસએપ દ્વારા કોઈપણ મેસેજ કે કોલ ટ્રેક કરવામાં આવતા નથી, તેમજ યુઝર્સનો ડેટા કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થાને આપવામાં આવતો નથી.

Result :- Flase

Our Source

PIBFactCheck
WhatsApp

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular