Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Factcheck : yaas cyclone landfall Odisha and balasore
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું યાસ ઓડિશાના દરિયાકાંઠે અને તેની પાસેના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં ટકરાયું હતું.હવામાન વિભાગ અનુસાર, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 155 કિલોમિટર પ્રતિકલાક હતી અને કેટલીક જગ્યાએ સાગરમાં બે મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. ઘણી તારાજી સર્જાઈ હોવાના અહેવાલ જોવા મળ્યા છે.
હાલમાં ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે ઘણી હાલાકી સર્જાઈ હતી, ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં વધારે નુકશાન થયું હોવાના અહેવાલ પણ જોવા મળ્યા છે. આવી પરિસ્થિતિ સમયે સોશિયલ મીડિયા પર અનેક ભ્રામક વિડિઓ વાયરલ થતા હોય છે. જેમાં તૌકતે વાવાઝોડા સમયે દીવ અને સોમનાથના દરિયા કિનારે તોફાન શરૂ થયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ શેર કરવામાં આવ્યા હતા.
ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલ યાસ વાવાઝોડા પર પણ ફરી એક વખત એક ભ્રામક વિડિઓ વાયરલ થયેલ છે. ફેસબુક પર “ઓડિસાના બાલાસોરમાં યાસ તોફાનની ભયાનકતા” કેપશન સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે. crowdtangle ડેટા મુજબ વાયરલ વિડિઓ શેર કરનાર યુઝર્સની પોસ્ટ અત્યાર સુધી કુલ 125k લોકો દ્વારા જોવામાં આવેલ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ યાસ વાવાઝોડા પર વાયરલ થયેલ વિડિઓ ને InVid ટુલ્સના મદદ થી કિફ્રેમ માં ફેરવી રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે. જ્યાં યુઝર્સ દ્વારા યુટ્યુબ પર સપ્ટેમ્બર 2017ના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે.
આ વિડિઓ સાથે આપવામાં આવેલ હેડલાઈનમાં Tropical hurricane “Irma” વિશે જણાવવામાં આવ્યું છે. જયારે આ મુદ્દે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે Hurricane Irma ઓગષ્ટ 2017 થી સપ્ટેમ્બર 2017 વચ્ચે USAના કેટલાક ભાગમાં તેમજ અન્ય કેટલાક નાના ટાપુઓ પર આ તોફાન ની અસર જોવા મળી હતી.
વાયરલ ભ્રામક ખબરો :- કુતરાઓ ગંગા નદી માંથી મળી આવેલ કોરોના સંક્રમિત લાશ ચૂંથી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
આ વાયરલ વિડિઓ સંબધિત ઇન્સ્ટાગ્રામ પર પર leruffochannel દ્વારા 2017માં આ ઘટના Barbuda આઇસ લેન્ડની હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે Barbuda આઇસ લેન્ડ Hurricane Irma સમયે સૌથી વધારે તોફાન નો શિકાર બનેલ છે.
આ ઉપરાંત યુટ્યુબ પર Bogdan Protsiv યુઝર્સ દ્વારા 2017માં વાયરલ વિડિઓ પબ્લિશ કરવામાં આવેલ છે. પરંતુ આ વિડિઓ પર આપવામાં આવેલ હેડલાઈન પર “Fake footage of hurricane Irma” લખાયેલ જોવા મળે છે.
જયારે આ વાયરલ વિડિઓ અને Hurricane Irma પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ibtimes વેબસાઈટ દ્વારા 2017 ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ 2017માં આવેલ વાવાઝોડું irma સમયે પણ આ વિડિઓ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વેબસાઈટ દ્વારા અન્ય વાવાઝોડાને લગતા ભ્રામક વિડિઓ પર ફેકટ ચેક કરવામાં આવેલ છે.
ibtimes પ્રકાશિત કરવામાં આવેલ ફેક્ટ ચેક પર વાયરલ વિડિઓ 2016માં યુટ્યુબ યુઝર્સ Ernesto Martinez દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો હોવાની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.
વાયરલ વિડિઓ 2017માં વાવાઝોડું irma હોવાના દાવા સાથે પણ વાયરલ થયો હતો, જે અંગે ઘણા ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વિડિઓ ભ્રામક હોવાની જાણકારી પણ શેર કરવામાં આવી હતી. જે સંદર્ભે ટ્વીટર યુઝર @georgeannjryan કરવામાં આવેલ ટ્વીટ પણ જોઈ શકાય છે. જ્યાં તેમણે યુટ્યુબ વિડિઓના સ્ક્રીન શોટ સાથે વાયરલ વિડિઓ ભ્રામક હોવાની જાણકારી આપેલ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ યાસ વાવાઝોડા પર વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. વાયરલ વિડિઓ 2016થી ઇન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે. સપ્ટેમ્બર 2017માં USA નજીક આવેલ વાવાઝોડું irma સમયે પણ આ વિડિઓ ભ્રામક દાવા સાથે લોકો શેર કરી રહ્યા હતા.
Google Search
YouTube Search
Instagram Search
Twitter Search
ibtimes News
Dipalkumar Shah
November 12, 2024
Dipalkumar Shah
September 5, 2024
Prathmesh Khunt
August 14, 2023