Fact Check
શું ખરેખર સરકારી કર્મચારીઓ હવે RSS સાથે જોડાઈ શકે છે? જાણો ક્યાં રાજ્યએ પ્રતિબંધ હટાવ્યો છે.
ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) બન્ને એક સિક્કાની બે બાજુ હોવાનું કહેવાય છે. સંઘ પરિવાર માંથી મોદી અને અમિત શાહની સાથે અન્ય કેટલાય નેતાઓ CM અથવા અન્ય રાજકીય પદ ધરાવે છે. RSS પોતાને એક સામાજિક સેવા સંસ્થાન ગણાવે છે, પરંતુ સંઘ પરિવારનું રાજકીય મહત્વ પણ ઘણું છે. સોશ્યલ મીડિયા પર પણ અવાર-નવાર RSS અંગે ચર્ચાઓ થતી રહે છે, આ ક્રમમાં “સરકારી કર્મચારીઓ RSS સાથે જોડાઈ શકે છે, 41 વર્ષ જૂનો નિયમ રદ્દ” હેડલાઈન સાથે એક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થયેલ છે.

કોંગ્રેસ સરકાર દ્વારા 1980માં સરકારી કર્મચારીઓ ના સંઘ સાથે જોડાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલમાં હરિયાણા સરકારે આ નિયમ રદ્દ કરતા સાથે જાહેર કર્યું હતું કે કોઈપણ સરકારી કર્મચારી RSS અથવા અન્ય કોઈ સેવાકીય સંસ્થા સાથે જોડાઈ શકે છે. જો..કે કર્મચારીઓ કોઈપણ રાજકીય કાર્યક્રમ અને પાર્ટી સાથે જોડાઈ શકે નહીં.
હરિયાણા સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય અંગે indianexpress દ્વારા ઓક્ટોબર 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ હરિયાણા સરકારે 54 વર્ષ જૂનો નિયમ રદ કર્યો છે, જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને જમાત-એ-ઇસ્લામી જેવી સંસ્થાઓ સાથે સાથે જોડાવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

શું છે આ નિયમ
1966 માં, કેન્દ્રીય સિવિલ સેવાઓ માટે આ નિયમની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમ અનુસાર, “કોઈપણ સરકારી કર્મચારી કોઈ રાજકીય પક્ષ અથવા કોઈપણ સંગઠનના સભ્ય અથવા અન્યથા તેની સાથે સંકળાયેલા ન હોવા જોઈએ.” કોઈપણ સરકારી કર્મચારી (આરએસએસ અને જમાત-એ-ઇસ્લામી) સાથે સંકળાયેલ છે અથવા તેમની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે, તેમના પર ડિસિપ્લિન એક્શન લેવામાં આવશે.
શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર આ નિયમ લાગુ પડે છે?
કેન્દ્ર સરકારના કોઈપણ કર્મચારી RSS કે અન્ય કોઈપણ સામાજિક સંસ્થા સાથે જોડાઈ શકે નહીં, rtifoundationofindia દ્વારા 2013માં આપવામાં આવેલ માહિતી મુજબ 1966માં ઈન્દીરા ગાંધી સરકાર દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે RSSને ભૂતકાળમાં ત્રણ વખત પ્રતિબંધિત સંગઠનની યાદીમાં સમાવવામાં આવ્યું હતું. પ્રથમ વખત મહાત્મા ગાંધીની હત્યા સમયે, બીજી વખત ભારતમાં લગાવવામાં આવેલ ઇમરજન્સી સમયે અને ત્રીજી વખત બાબરી મસ્જિદના ભંગાણ બાદ.

અન્ય ક્યાં રાજ્યોએ RSS પર પ્રતિબંધ હટાવ્યો છે.
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણે 2006 માં મુખ્યમંત્રી બન્યા બાદ તરત જ પ્રતિબંધ હટાવી લીધો હતો. deccanherald અને jsnewstimes દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશે અનુક્રમે 2015 અને 2008 માં પ્રતિબંધ હટાવી લીધો હતો. જયારે indiatoday દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટ મુજબ ગુજરાત સરકારે 2015માં સરકારી કર્મચારીના RSS કે અન્ય સંસ્થાઓ સાથે જોડાવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ નાબૂદ કર્યો હતો. જો કે, રાજસ્થાન અને ગોવા સરકારના કર્મચારીઓના સંઘ સંગઠન સાથે જોડવા પર પ્રતિબંધ હજુ યથાવત છે.

આ મુદ્દે thehindu દ્વારા 2018માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ ભારતીય મજદૂર સંઘે 20 ઓક્ટોબરમાં 2018ના વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો કે કેન્દ્રીય સિવિલ સેવાઓના નિયમોમાં સુધારો કરવો જોઈએ. ગુજરાતની કેશુભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારના ઉદાહરણનું પાલન કરવું જોઈએ કે જેમણે આરએસએસની પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકારના કર્મચારીઓની ભાગીદારી પરનો પ્રતિબંધ હટાવ્યો હતો.
Conclusion
સરકારી કર્મચારીઓ ના RSS સાથે જોડાવા પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ પોસ્ટ અર્ધ સત્ય છે. હરિયાણા સરકારે હાલમાં આ નિયમ રદ્દ કર્યો છે, તેમજ અગાઉ અન્ય કેટલાક ભાજપ શાસિત રાજ્યોમાં આ નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે. પરંતુ 1966માં શરૂ કરવામાં આવેલ નિયમ હજુ પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કેટલાક રાજ્ય સરકારના કર્મચારી માટે યથાવત છે.
Result :- Partly True
Our Source
deccanherald
jsnewstimes
thehindu
rtifoundationofindia
indianexpress
hindustantimes