શિવસેનાના સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારે સ્કૂલના અરજી ફોર્મ માંથી ‘હિંદુ’ની શ્રેણી દૂર કરી દીધી છે. ન્યૂઝચેકર દ્વારા હકીકત તપાસમાં દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. સોશ્યલ મીડિયા પર મહારાષ્ટ્ર્ર સરકારનું HSC અને SSC પરીક્ષાનું ફોર્મ વાયરલ થયેલ છે, વિવાદની વાત એ છે કે, આ ફોર્મ માંથી ‘હિન્દૂ’ ધર્મનું કોલમ હટાવવામાં આવ્યું છે.

ફેસબુક પર “મહારાષ્ટ્ર ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ માંથી religion કોલમ માં “હિન્દૂ” શબ્દ ગાયબ… “હિન્દૂ” ના બદલે “નોન માયનોરિટી” ટાઇટલ સાથે પરીક્ષાના ફોર્મની તસ્વીર વાયરલ થયેલ છે. યુઝર્સ દ્વારા દાવો શેર કરતા આ પગલા માટે શિવસેના સરકારને દોષી ઠેરવી અને તેમને ખરાબ ગણાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2020માં સમાન દાવા સાથે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. આ દાવો 2020માં SSC અને HSC પરીક્ષા સમયે પણ વાયરલ થયો હતો.
Fact Check / Verification
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોર્ડના પરીક્ષા ફોર્મ માંથી ‘હિન્દૂ’ ધર્મનું કોલમ હટાવવાના વાયરલ દાવા અંગે ગુગલ સર્ચ કરતા timesofindia દ્વારા 2013માં પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ 2013માં તત્કાલીન લઘુમતી મંત્રી આરિફ નસીમ ખાન અને શિક્ષણ મંત્રી રાજેન્દ્ર દરડા વચ્ચેની બેઠકમાં આ કોલમ હટાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આરીફ નસીમ ખાને આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે “નવી સિસ્ટમથી લઘુમતી સમુદાયના કેટલા વિદ્યાર્થી SSC અને HSC પરીક્ષા આપે છે તેના પર ના માત્ર સચોટ ડેટા એકત્રિત કરવામાં મદદ થશે, પરંતુ જુનિયર અને ડિગ્રી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા સરળ કરવામાં પણ મદદ કરશે.
આ પણ વાંચો :- ઇસ્લામ ધર્મને ટાર્ગેટ બનાવી ફોક્સવેગન કારની એક વિવાદાસ્પદ જાહેરાત વાયરલ, જાણો શું છે સત્ય
નોંધનીય છે કે, 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવિશના નૈતૃત્વ હેઠળ ભાજપ સરકાર હતી. જયારે શિવસેનાએ કોંગ્રેસના ટેકા સાથે 2019માં સરકાર બનાવી છે.
પરીક્ષાના ફોર્મમાં ધર્મના કોલમ માંથી ‘હિન્દૂ’ કોલમ હટાવતા થઈ રહેલ મૂંઝવણ અંગે 2015માં રાજ્ય બોર્ડના તત્કાલીન સચિવ કે.કે. પાટીલે જણાવ્યું હતું કે “લઘુમતી કક્ષાના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે આ પ્રકારે શ્રેણી રજૂ કરવામાં આવી છે. લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ સમાજ કલ્યાણ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા તમામ લાભો મેળવી શકે. તેમજ આ તબક્કે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા ડેટાના આધારે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમના માટે શિષ્યવૃત્તિ અને યોજનાઓનું આયોજન પણ કરી શકે છે.”

‘હિન્દૂ’ ધર્મનું કોલમ હટાવવામાં આવ્યું હોવાના વાયરલ ફોર્મ અંગે sscboardpune વેબસાઈટ પર 2017માં SSC અને HSC પરીક્ષાનું ફોર્મ જોવા મળે છે, જેમાં હિન્દૂ કોલમ ના સ્થાને નોન માઇનોરિટી લખવામાં આવેલ છે. newschecker દ્વારા વાયરલ દાવા અંગે રાજ્ય બોર્ડના પ્રમુખ શરદ ગોસાવીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ સ્પષ્ટતા કરતા કહ્યું, “અમે નોંધ્યું છે કે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષા ફોર્મ અંગે ખોટા દાવાઓ વાયરલ થઈ રહ્યા છે.”
Conclusion
મહારાષ્ટ્ર શિવસેના સરકાર દ્વારા SSC અને HSC પરીક્ષાના ફોર્મ માંથી ‘હિન્દૂ’ ધર્મનું કોલમ હટાવવામાં આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે. 2013માં મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચૌહાણના નૈતૃત્વમાં કોંગ્રેસની સરકાર હતી, જે સમયે બોર્ડના પરીક્ષા ફોર્મમાં લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ સુધી લાભ પહોંચે તે અર્થે સુધારો કરવામાં આવ્યો હતો.
Result :- Misleading
Our Source
Times of India :- (https://web.archive.org/web/20211201054750/https://timesofindia.indiatimes.com/home/education/news/ssc-hsc-pupils-can-mention-minority-status-in-exam-forms/articleshow/22242455.cms)
Pune SSC board website :- (http://www.sscboardpune.in/eng/wp-content/uploads/2017/10/SSC-Mar-18-Online-Application-11-9.pdf)
Our sources
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044