Authors
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. આ એપિસોડમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દબદબો છે. ગુજરાતમાં ભાજપના સમર્થકો પણ આમ આદમી પાર્ટીની સર્વોપરિતા સ્વીકાર કરી રહ્યા છે અને જે ભાજપની ભ્રષ્ટ સત્તાને જડમૂળથી ઉખેડી નાખશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપના એક સમર્થકનો અધૂરો વીડિયો અંગે newschecker હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટ વાંચવા અહીંયા ક્લીક કરો.
Fact Check / Verification
ગુજરાતમાં ભાજપના સમર્થકો પણ આમ આદમી પાર્ટીની સર્વોપરિતા સ્વીકાર કરી ચુક્યા હોવાના દાવા સાથે ન્યૂઝચેનલ ‘ગુજરાત તક‘ નો ઇન્ટરવ્યૂનો વીડિયો જોઈ શકાય છે. ‘ગુજરાત તક‘ની યુટ્યુબ ચેનલ પર 20 સપ્ટેમ્બર, 2022ના રોજ અપલોડ કરવામાં આવેલ આ વિડીયો જેનું શીર્ષક હતું, ‘ભાજપના રોડ શોમાં આવેલા લોકોને પણ વિકાસ જોઈએ છે’.
ન્યુઝ વીડિયોમાં, રિપોર્ટર ગુજરાતના મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની રેલીમાં હાજર રહેલા લોકોને પ્રશ્નો પૂછતો જોવા મળે છે. જયારે, 3 મિનિટ 56 સેકન્ડે પત્રકારે લોકોને પૂછ્યું કે ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે તો તમે શું કહેવા માગો છો?
તેના જવાબમાં એક બીજેપી સમર્થકે કહ્યું કે, “આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે, ઘણા ભણેલા-ગણેલા લોકો પણ આવ્યા છે પરંતુ તેઓ બીજેપીથી આગળ વધી શકશે નહીં. એ લોકો પાસે સારા વક્તા કે કોઈ મોટો ચહેરો નથી જે ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે. વીડિયોનો આ ભાગ સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
Conclusion
ગુજરાતમાં ભાજપના એક સમર્થકનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યકરે સ્પષ્ટ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપથી આગળ વધી શકશે નહીં.
Result : Missing Context
Our Source
Video Uploaded by Gujarat Tak Youtube Channel on September 20, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044