Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
રક્ષાબંધન નિમિત્તે પીએમ મોદીએ ફ્રી રિચાર્જની જાહેરાત કરી હોવાનો દાવો કરતો વીડિયો.
દાવો ખોટો છે. પીએમ મોદીઓ આવી કોઈ જાહેરાત કરેલ નથી. વીડિયો ડિજિટલી તૈયાર થયેલ છે.
તહેવાર હોય કે ચૂંટણી, સોશિયલ મીડિયામાં આવા સમયે ફ્રી રિચાર્જ કે ઑનલાઇન ભેટના દાવા કરતા વાઇરલ મૅસેજની ભરમાર રહેતી હોય છે. દરમિયાન, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરાયો છે. જેને, રક્ષાબંધન નિમિત્તે પીએમ મોદીએ ફ્રી રિચાર્જની જાહેરાત કરી હોવાના દાવા તરીકે દર્શાવવામાં આવ્યો છે.
વીડિયોમાં પહેલા ગણતરીની સૅકન્ડમાં પીએમ મોદી બોલે છે કે, “પૈસા માગે તો મને જણાવજો. તમે મને લખી મોકલશો. પૈસા ન આપશો.” ત્યાર બાદ એક યુવતી દેખાય છે અને તે સમાચાર સ્વરૂપે જાહેરાત કરે છે કે, હવે રક્ષાબંધન નિમિત્તે ફ્રી રિચાર્જ આપવામાં આવશે અને કઈ રીતે એ રિચાર્જ કરી શકાય તે પણ બતાવે છે. વીડિયો સાથેના કૅપ્શનમાં પણ લખ્યું છે કે, ત્રણ મહિના માટે ફ્રી રિચાર્જ ધમાકા.

સોશિયલ મીડિયા આર્કાઇવનું વર્ઝન અહીં જુઓ.
દાવાની તપાસ માટે સૌપ્રથમ ગૂગલ કીવર્ડનો સહારો લઈને તપાસ કરી કે સરકાર દ્વારા કોઈ જાહેરાત થઈ છે કે કેમ. પરંતુ આ મામલે કોઈ પણ વિશ્વસનીય અહેવાલો પ્રાપ્ત થયા નથી.
અમે પીએમઓ અને પીએમ મોદીની વેબસાઇટ પણ તપાસી. ત્યાં પણ આવી કોઈ જાહેરાત નથી. ઉપરાંત તેમના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પણ આવી કોઈ જાહેરાત પ્રકાશિત કરાયેલ નથી. જેથી વીડિયો મામલે શંકા ઉપજી.
વીડિયોની તપાસ કરતા તેમાં જે યુવતી ન્યૂઝ ઍન્કર તરીકે દેખાય છે, તેની પાછળનું બૅકગ્રાઉન્ડનું લખાણ શંકાસ્પદ જણાયું. જેથી વીડિયો ક્લિપના તે ભાગના કીફ્રેમ્સને એઆઈ ડિટેક્શન ટૂલ થકી ચકાસ્યા.
જેમાં અમને wasitai અને authenta બંને ટૂલ પર પરિણામ પ્રાપ્ત થયા. તેમાં જાણવા મળ્યું કે, તે 99 ટકાથી વધુ એઆઈ નિર્મિત છે.


વળી, ઑડિયો અને વીડિયોનું કાળજીપુર્વક વિશ્લેષણ કરતા ઑડિયો પ્રાકૃત્તિક નહીં પણ કોઈ મશીન લયબદ્ધ હોય તેવું સંભળાય છે. ઍન્કરના ચહેરાના હાવભાવ પણ અપ્રાકૃતિક છે.
આમ, એવા કોઈ નક્કર પુરાવા નથી મળ્યા કે પીએમ મોદી કે સરકારે રક્ષાબંધન નિમિત્તે ફ્રી રિચાર્જની જાહેરાત કરેલ છે. આથી ઉપરોક્ત દાવો કરતો વીડિયો બનાવટી છે. તેની સાથે કરાયેલ દાવો પણ ખોટો છે.
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, પીએમ મોદીએ રક્ષાબંધન નિમિત્તે ફ્રી રિચાર્જની જાહેરાત કરી છે તે દાવાનો વીડિયો એઆઈ નિર્મિત છે. તે આખો વીડિયો ડિજિટલી એડિટ કરાયેલ છે.
Sources
asitai
authenta
self analysis
Dipalkumar Shah
March 29, 2025
Dipalkumar Shah
March 25, 2025
Dipalkumar Shah
June 22, 2024