ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે માત્ર એક અઠવાડિયાનો સમય બચ્યો છે. તમામ પક્ષો પોતાના સ્ટાર પ્રચારકો સાથે અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રમાં રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર રક તસ્વીર વાયરલ થઈ રહી છે, જ્યાં એક નેતા વોટ માંગવા માટે લોકોના પગ પકડી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીરમાં દેખાતા વ્યક્તિ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી છે.
ફેસબુક યુઝર્સ “ગુજરાત ના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ને મત માંગવા ઠીચણીયે પડી ને ભીખ માંગવી પડે છે” ટાઇટલ સાથે આ તસ્વીર શેર કરી રહ્યા છે. વાયરલ તસ્વીરમાં જીતુ વાઘાણી અંગે કેટલીક ટિપ્પણી કરતા લખવામાં આવ્યું છે કે “આ એજ જીતુ ભાઈ છે ને જેણે એવું કીધું હતું કે ગુજરાતનું શિક્ષણ સારું ના લાગતું હોય એ ગુજરાત છોડીને જતા રહે“

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
જીતુ વાઘાણી વોટ માંગવા માટે લોકોના પગ પકડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Oneindia Hindi દ્વારા ફેબ્રુઆરી 2020ના પોસ્ટ કરવામાં આવેલ એક વિડીયો જોવા મળે છે.
અહીંયા જોવા મળતી માહિતી અનુસાર, જેમ જેમ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના પ્રચારનો ઘોંઘાટ પણ વધી રહ્યો છે. પશ્ચિમ દિલ્હીની વિકાસપુરી વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સંજય સિંહે અનોખી રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના ઉમેદવાર સંજય સિંહનું વોટ માટે લોકોના પગમાં પડી રહ્યા છે.
ઉપરાંત, વાયરલ વિડીયો 3 વર્ષ પહેલા dailymotion વેબસાઈટ પર જોવા મળે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપના ઉમેદવાર સંજય સિંહ અનોખો પ્રચાર કરીને મત માટે લોકોના પગમાં પડી રહ્યા છે.

Conclusion
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે જીતુ વાઘાણી વોટ માંગવા માટે લોકોના પગ પકડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર 2020માં દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં લોકોના પગ પકડતા વ્યક્તિ દિલ્હી ભાજપના નેતા સંજય સિંહ છે. વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે ગુજરાત ચૂંટણી અને જીતુ વાઘાણીના નામ સાથે શેર કરવામાં આવી રહી છે.
Result : False
Our Source
YouTube Video of Oneindia, FEB 2020
Media Reports of dailymotion, FEB 202
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044