Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજકાલ ખુબ જ ચર્ચામાં છે. થોડા દિવસો અગાઉ રાજકોટ ખાતે એક જાહેર સભા દરમિયાન જીતુ વાઘાણીએ કહ્યું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. આ નિવેદન બાદ વિપક્ષ દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કરતા અનેક સોશ્યલ મીડિયા પોસ્ટ તેમજ પોતાન નિવેદન પર ગુજરાતની જનતાની માફી માંગવા પણ માંગ કરી રહ્યા હતા.
જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ઘટનાને વખોળતી અનેક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જ્યાં કેટલાક યુવાનો અર્ધ નગ્ન અવસ્થામાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ફેસબુક પર “ગજબ નું વિરોધ પ્રદર્શન…હો..સરકારી અધિકારી પણ ખુરશી છોડી ને ભાગી ગયા” ટાઇટલ સાથે વાયરલ થયેલ તસ્વીર પર “જીતુ વાઘાણી માફી માંગે” લખાણ લખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે વાયરલ પોસ્ટ સોશ્યલ મીડિયા પર આપ નેતા તેમજ અન્ય યુઝર્સ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- “નામજ પઢેગા ગુજરાત” ટેગલાઈન સાથે આમ આદમી પાર્ટીનું ભ્રામક પોસ્ટર વાયરલ, જાણો શું છે સત્ય
Fact Check / Verification
સોશ્યલ મીડિયા પર જીતુ વાઘાણી માફી માંગે ટાઇટલ સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઘટના સંબધિત ન્યુઝ સંસ્થાન ndtv, thewire અને nationalheraldindia દ્વારા 7 એપ્રિલના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, મધ્યપ્રદેશના સીધી પોલીસે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ ન્યુઝ રિપોર્ટ લખવા બદલ પત્રકારોને પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતારવા દબાણ કર્યું હતું.
MPના સીધીમાં બનેલ ઘટના અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર Crime Tak ચેનલ દ્વારા 8 એપ્રિલના ઘટના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. પત્રકાર તનિષ્ક તિવારી અને તેમના સાથી પત્રકારો પર સીધી પોલીસ દ્વારા ભાજપ નેતા અને પોલીસ કામગીરી અંગે અહેવાલ છાપવા બદલ શાંતિ ભંગની ધારા લગાવતા ધરપકડ કરવામાં આવી હતી, આ સાથે પોલીસ કર્મીઓ દ્વારા તમામ પત્રકારોના કપડા કઢાવીને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
જયારે, The Lallantop દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓમાં પોલીસ તંત્ર દ્વારા ઘટના અંગે આપવામાં આવેલ માહિતી અનુસાર, એક યુવાન દ્વારા કથિત રૂપે શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જે સંદર્ભે IT એક્ટ હેઠળ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જે ઘટના સંબંધે કેટલાક યુવાનો પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદશન કરી રહ્યા હતા, જે અંગે કાર્યવાહી કરતા તમામ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જયારે કપડા કાઢવવા મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સુરક્ષાની દ્રષ્ટિથી કપડા લઇ લેવામાં આવ્યા હતા.
Conclusion
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન બાદ “જીતુ વાઘાણી માફી માંગે” ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. મધ્યપ્રદેશના સીધી ખાતે બનેલ ઘટનાની તસ્વીરને ગુજરાતમાં જીતુ વાઘાણીનો વિરોધ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False Context / False
Our Source
Media Reports of Ndtv, Thewire And Nationalheraldindia
Youtube Video OF Crime Tak And The Lallantop
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.