ક્લેમ :-
ગુજરાતમાં પાક વીમા મુદ્દે થઇ રહેલા ખેડૂત આંદોલન પર ભ્રામક તસ્વીરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે, “ખેડૂત સત્યાગ્રહમાં જોરદાર માનવ મહેરામણ”
વેરિફિકેશન :-
ગુજરાતમાં પાકવીમાના વળતરને લઈને ખેડૂતોમાં અસંતોષ વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતોએ વડા પ્રધાન પાકવીમા યોજના અંતર્ગત મળતા વીમા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને રાજ્ય સરકાર અને વીમા કંપની પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. ભારતમાં ડિસેમ્બર 2018 સુધીમાં રાજ્ય સરકારો દ્વારા પ્રમાણિત વીમાના પેન્ડિંગ દાવાને કંપનીઓએ પાસ ન કર્યા હોય, તેવા 5,171 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઈ નથી. વડા પ્રધાન પાકવીમા યોજના હેઠળ, 12,867 કરોડ રૂપિયામાંથી 40 ટકા રકમ દાવા પૈકી 2019ના મે મહિના સુધી ચૂકવાઈ નથી. આ મુદ્દાને અગ્રેસર તમામ ન્યુઝ એજન્સી દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે
ત્યારે ગુજરાતના ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે, અને ખેડૂત આગેવાનો દ્વારા આંદોલન પણ શરૂ થઈ ચુક્યા છે. ત્યારે સોશિયલ મિડિયા પર આ આંદોલનને લઇ એક તસ્વીર સાથે ભ્રામક દાવા કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં તસ્વીરમાં દેખાઈ રહેલી ભીડને ખેડૂત આંદોલનની બતાવી વાયરલ કરવામાં આવી રહી છે.
જયારે અમે આ ભ્રામક દાવાની તાપસ માટે ગુગલ કીવર્ડ અને ગુગલ રિવર્સ ઇમેજની મદદથી કેટલાક પરિણામો જોવા મળ્યા તેમજ સમાન તસ્વીર પણ જોવા મળી.. પરંતુ તેમાં આ પ્રકારના દાવા વિષે કોઈપણ સાબિતી મળી આવતી નથી. તેમજ ખેડૂત આંદોલનના અગ્રેસર નેતા હાર્દિક પટેલે પણ પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર હાલમાં થઇ રહેલ ખેડૂત આંદોલનની માહિતી સાથે કેટલીક તસ્વીર ઉપલોડ કરવામાં આવી છે.
જે બાદ આ ભીડની તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા નજર પડે છે કે ભીડમાં જે બેનરો લઇ લોકો ઉભા છે, તે બેનરો પટેલ અનામત આંદોલન સમયના છે અને આ ભીડ પણ પટેલ અનામત આંદોલન સમયની છે.
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને તેમજ તસ્વીર બન્ને ખોટા સાબિત થાય છે, આ એક ભ્રામક માહિતી છે જેને ખોટા દાવા સાથે સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. ” પાટીદારને ઓબીસી બનાવો” “we demand reservation”
ટુલ્સ :-
ગુગલ એડવાન્સ સર્ચ
ગુગલ રિવર્સ ઇમેજ
ઈનવીડ ટુલ્સ
પરિણામ :- ફેક ન્યુઝ (ભ્રામક દાવો)