Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આરક્ષણ મુદ્દે અવાર-નવાર રાજકારણ ગરમાયેલું રહે છે. ગુજરાતમાં પાટીદાર આંદોલન રાજેસ્થાનમાં ગુજ્જર આંદોલન ઉપરાંત અન્ય રાજ્યોમાં આરક્ષણની માંગ સાથે આંદોલન થયેલા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર (reservation in state) ગુજરાતમાં આરક્ષણ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે કેટલીક પોસ્ટ જોવા મળે છે.
ફેસબુક અને ટ્વીટર પર timesofindia દ્વારા 2015માં પ્રકાશિત કરવામાં અહેવાલ સાથે ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ આગામી 25 વર્ષ સુધી ગુજરાતમાં સરકારી નોકરી કે શાળા-કોલેજોમાં આરક્ષણ લાગુ નહીં પડે. આ નિર્ણય ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. (reservation in state)
ગુજરાતમાં આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ timesofindiaના અહેવાલ મુજબ સરકારી નોકરી માટે કોઈપણ આરક્ષણ ધરાવતો વ્યક્તિ કટ ઓફ માર્ક કરતા વધારે માર્ક્સ લાવે છે અને તેમણે જનરલ કેટેગરી માંથી ફોર્મ ભરેલ છે, તેમજ તે વય મર્યાદાની છૂટ ધરાવે છે તો તેને કોઈપણ લાભ મળશે નહીં.
આરક્ષણ નાબૂદ થયા હોવાના મુદ્દે વધુ સમજવા માટે gujarathighcourt વેબસાઈટ પર હાલમાં સ્ટેનોગ્રાફર માટે થનાર ભરતી અંગેનું નોટિફિકેશન જોવા મળે છે. હાઇકોર્ટની આ ભરતીની જાહેરાતમાં, 27 જગ્યાઓને અનામતની જુદી જુદી કેટેગરી મુજબ વહેંચવામાં આવી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અહીં સરકારી ભરતી માટે આરક્ષણ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
જયારે શાળા-કોલેજોમાં એડમિશન માટે આરક્ષણ અંગે careers360 અને gtu-inf વેબસાઈટ પર એન્જીનયરના અભ્યાસ માટે રાખવામાં આવેલ આરક્ષણ અંગે કેટલીક માહિતી આપવામાં આવેલ છે. જે મુજબ SC, ST, OBC માટે અનામત સીટોની જોગવાઈ કરવામાં આવેલ છે, જે નીચે મુજબ છે.
જયારે આરક્ષણ વધારવા મુદ્દે સર્ચ કરતા ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ગરીબ સવર્ણોને 10% અનમનાત આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. ndtv અને navbharattimes દ્વારા જાન્યુઆરી 2019માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ રાજ્યસભામાં ગરીબ સવર્ણો માટે 10% અનામત આપવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને જે 14 જાન્યુઆરી 2019થી લાગુ પડી ગયેલ છે.
ગુજરાત આરક્ષણ નાબૂદ કરનાર દેશનું પ્રથમ રાજ્ય હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે. ગુજરાતમાં આરક્ષિત સીટોમાં કોઈપણ ઘટનાદો કરવામાં આવેલ નથી. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં ગરીબ સવર્ણો માટે 10% અનામત શિક્ષણ અને સરકારી નોકરી માટે લાગુ કરવામાં આવેલ છે. TOI દ્વારા પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ સાથે ભ્રામક દાવો કરવામાં આવેલ છે.
ndtv
navbharattimes
careers360
gtu-inf
gujarathighcourt
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 10, 2025
Dipalkumar Shah
April 26, 2025
Dipalkumar Shah
April 23, 2025