Friday, December 5, 2025

Fact Check

ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

banner_image

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વધી રહેલા ઉત્સાહ વચ્ચે ભાજપના નેતા હાર્દિક પટેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ ભાજપ સરકારની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો છે અને હવે તે ભાજપની ટીકા કરી રહ્યો છે.

ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
Courtesy:Twitter@ChobeyManisha

વાસ્તવમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તમામ પ્રયાસો કરી રહ્યા છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ તબક્કા માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. તે જ સમયે, પાર્ટીએ થોડા મહિના પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પટેલે ટિકિટ મેળવ્યા બાદ જ પોતાનો રંગ બદલ્યો છે.

હાર્દિક પટેલ અંગે વાયરલ થયેલ દાવા પર Newschecker હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો

Fact Check / Verification

ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો હોવાના દાવાની સત્યતા જાણવા માટે અમે કેટલાક કીવર્ડ્સની મદદથી ગૂગલ સર્ચ કર્યું. અમને કોઈ અધિકૃત મીડિયા રિપોર્ટ મળી શક્યો નથી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે હાર્દિક પટેલે ટિકિટ મેળવ્યા બાદ પોતાનો રંગ બદલ્યો હતો.

વાયરલ ક્લિપને ધ્યાનથી જોતા સંવાદ સમાચારનો લોગો જોવા મળે છે. આ અંગે વધુ સર્ચ કરતા 18 નવેમ્બર, 2022ના રોજ યુટ્યુબ પર અપલોડ કરાયેલો એક વીડિયો અહીં જોવા મળે છે. તેમાં વાયરલ ક્લિપનું લાંબું વર્ઝન જોવા મળે છે, અહીંયા 2 મિનિટ 6 સેકન્ડ બાદ વાયરલ કલીપના દર્શ્યો જોઈ શકાય છે. આ સમયે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં હોવાની માહિતી જાણવા મળે છે.

આ અંગે વધુમાં ટ્વીટર India7_Official દ્વારા 4 મે, 2019 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ વાયરલ વીડિયો જોવા મળે છે. ટ્વીટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે યુપીના કૌશામ્બીમાં ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. અહીંયા સ્પષ્ટ થાય છે કે વીડિયો ઓછામાં ઓછો 5 મહિના જૂનો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલ 2 જૂન 2022ના રોજ ભાજપમાં જોડાયો હતો.

https://twitter.com/INDIA7_OFFICIAL/status/1124636860481859584

તપાસ દરમિયાન, 4 મે 2019ના રોજ સામવદ 365 નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. અહીંયા જોવા મળતી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને, હાર્દિક પટેલે કૌશાંબીના કાદીપુર મેળાના મેદાનમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગિરીશ પાસીના સમર્થનમાં જાહેર સભાને સંબોધી હતી. ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રહેલા હાર્દિકે પોતાના સંબોધનમાં ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ યુટ્યુબ વિડિયોમાં વાયરલ ક્લિપના દર્શ્યો પણ હાજર છે.

Conclusion

ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો 2019માં યુપીના કૌશામ્બીમાં કોંગ્રેસની એક જાહેર સભામાં ભાષણ દરમિયાન લેવામાં આવેલ છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ 2 જૂન 2022ના રોજ ભાજપમાં જોડાયો હતો. જયારે વાયરલ વિડીયો તેમણે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે આપેલા ભાષણ સમયે 2019માં લેવામાં આવેલ છે.

Result : False

Our Source

Tweet by Indian7_Official, on MAY 2019
Youtube Video by Samvad 365, on MAY 2019

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,439

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage