Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
મુંબઈ બાંદ્રા-વરલી બ્રિજ ઉપરથી દરિયાનું પાણી વહી રહ્યું છે, ભારે વરસાદ અને દરિયામાં ઊંચા મોજા આવતા બાંદ્રા-વરલી બ્રિજ ઉપર પાણી આવી ગયું છે. સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે, ફેસબુક પર City News Rajkot live દ્વારા “મુંબઈમાં ભારે વરસાદ થી ચારે તરફ પાણી પાણી ફરી વળ્યાં , સીલિંક ખાતે પાણી ભરાયા” કેપશન સાથે આ વિડિઓ વાયરલ થયેલ છે.
તેમજ અન્ય દાવાઓ શોધતા ટ્વીટર પર “Worli Sea Link #MumbaiRains” કેપશન સાથે આ વિડિઓ વાયરલ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા યૂટ્યૂબ પર જાન્યુઆરી 2018ના રોજ પબ્લિશ કરાયેલ વિડિઓ જોવા મળે છે, જે મુજબ આ ઘટના લક્ષદ્વિપ ટાપુ પર આવેલ બ્રિજ પર આ પ્રકારે પાણી ફરી વળ્યું હતું. જે બાદ કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા અન્ય યૂટ્યૂબ વિડિઓ જોવા મળે છે, જે ઓગષ્ટ 2017ના પબ્લિશ કરવામાં આવેલ છે.
ત્યારબાદ વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ બ્રિજ અને મુંબઈ બાંદ્રા-વરલી બ્રિજની તસ્વીર સરખાવતા બન્ને તદ્દન અલગ જણાઈ રહ્યા છે.
લક્ષદ્વિપ ટાપુ પર આવેલ બ્રિજ વિશે સર્ચ કરતા, લક્ષદ્વિપ tourism વેબસાઈટ પર વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ બ્રિજની તસ્વીર જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે, વાયરલ વિડિઓ મુંબઈ બાંદ્રા-વરલી બ્રિજનો નથી.
Conclusion
સોશ્યલ મીડિયા પર વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો મળતા તમામ પરિણામ પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે. વાયરલ વિડિઓ બે થી ત્રણ વર્ષ જૂનો લક્ષદ્વિપ ટાપુ પર આવેલ બ્રિજ પર પાણી ફરી વળ્યું હોવાનો છે, જેને મુંબઈ બાંદ્રા-વરલી બ્રિજ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
Result :- False Connection
Our source
lakshadweep tourism :- https://tourism.gov.in/lakshadweep-islands
Youtube Videos :- https://youtu.be/X0GxZ0LQOeY
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.