સોશ્યલ મીડિયા પર અવનવા ભ્રામક વિડિઓ વાયરલ થતા હોય છે, કેટલાક વોટસએપ યુઝર્સ દ્વારા એક વિડિઓ newschecker સાથે શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓમાં કેટલાક મુસ્લિમો દ્વારા હિન્દૂ વ્યક્તિને માર મારવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે., જયારે વિડિઓના બીજા ભાગમાં આ વ્યક્તિને બંધક બનાવીને તેની હત્યા કરવામાં આવી હોવાના દાવા સાથે ખુબજ દયનિય વિડિઓ શેર કરવામાં આવેલ છે.
યુઝર્સ દ્વારા આ વિડિઓ શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે કે “જો તમે હિન્દૂના દીકરા હોય તો આ વિડિઓ આગળ શેર કરો અને પ્રધાનમંત્રી સુધી પહોચાડો”, ભ્રામક વિડિઓમાં કેટલાક મુસ્લિમો દ્વારા હિન્દૂ વ્યક્તિને માર મારવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે.
Factcheck / Verification
કેટલાક મુસ્લિમો દ્વારા હિન્દૂ વ્યક્તિને માર મારવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ટ્વીટર પર सुदर्शन न्यूज़ मुज़फ्फरनगर દ્વારા મેં 2021ના યુવક સાથે મારામારીનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. જે અનુસાર મુઝફ્ફર નગર ખાતે હિન્દૂ લાઇનમેન સાથે કેટલાક સ્થાનીય મુસ્લિમ લોકોએ મારામારી કરી હોવાની ઘટના બનેલ છે.
આ ઘટના સંદર્ભે મુઝફ્ફર નગર પોલીસ દ્વારા પણ ટ્વીટર મારફતે જાણકારી આપવામાં આવેલ છે કે ભોપા પોલીસ સ્ટેશન દ્વારા ઘટના સંબધિત 5 વ્યક્તિના નામ સાથે અને અન્ય 10-15 અજાણ્યા લોકો પર IPC ધારા મુજબ ફરિયાદ નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ છે.

મુઝફ્ફરનગરમાં બનેલ આ ઘટના અંગે વધુ તપાસ કરતા amarujala અને jagran દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર સીકરી ગામમાં વીજ લાઈનમાં ફોલ્ટ રીપેર કરવા આવતા લાઈનમેનને બંધક બનાવી મારામારી કરવામાં આવી હતી. જયારે આ અંગે મુઝફ્ફરનગર ભોપા પોલીસ દ્વારા 5 આરોપી સલમાન, અયાઝ, રફી, ખાલિદ, નાઝ, આસ મોહમ્મદ, આબિદ અને સિકરીના અજાણ્યા રહેવાસી સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

વાયરલ વિડિઓના બીજા ભાગમાં આ યુવકને બંધક બનાવી તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જયારે વિડિઓ કિફ્રેમને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા thescottishsun અને news.com.au વેબસાઈટ પર ફેબ્રુઆરી 2018ના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ વેનેઝુએલામાં ડ્રગ્સનો વેપાર કરતી ગેંગ દ્વારા 13 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી, જે હત્યાનો દયનિય વિડિઓ પણ શેર કરવામાં આવ્યો હતો.

Conclusion
મુસ્લિમ લોકોએ હિન્દૂ યુવક સાથે મારામારી કરી તેની હત્યા કરી હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. મુઝફ્ફરનગર ખાતે લાઈનમેન સાથે કેટલાક સ્થાનીય લોકો દ્વારા મારામારી કરવામાં આવી હતી, જે અંગે પોલીસ કાર્યવાહીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. જયારે યુવકની હત્યા ભારત નહીં પરંતુ વેનેઝુએલામાં ડ્રગ્સનો વેપાર કરતી ગેંગ દ્વારા કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
thescottishsun
news.com.au
amarujala
jagran
મુઝફ્ફર નગર પોલીસ
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044