20 ઓગસ્ટના રોજ મોહરમ નિમિત્તે મધ્યપ્રદેશના (Ujjain) ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હોવાના દાવા અંગે ખુબજ ચર્ચાઓ થી રહી છે. આ વચ્ચે ફેસબુક પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વિડીઓમાં પોલીસ કર્મચારીઓ અને એક JCB મશીન કેટલાક મકાનો તોડી રહી છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઉજ્જૈનની ગફૂર બસ્તીની છે. આ વસાહતના લોકોએ તાજેતરમાં મોહરમ સરઘસ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. હવે શિવરાજ સરકારે આ સમગ્ર ગેરકાયદે વસાહત ખાલી કરાવી છે.
Factcheck / Verification
મધ્યપ્રદેશના Ujjain માં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા દાવા બાદ ઉજ્જૈનની ગફૂર બસ્તી પર JCB ફેરવવામાં આવ્યું હોવાના વાયરલ વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા zeenews અને bhaskar દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલો જોવા મળે છે. જે અનુસાર ઉજ્જૈનના હરિ ફાટક વિસ્તારમાં હાઇકોર્ટના આદેશ બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન પર બાંધવામાં આવેલી 200 ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી હતી.

આ મામલે સુરક્ષા માટે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કાર્યવાહી ઉજ્જૈન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલ મંદિરને 10 ગણું મોટું કરવાનું કામ ચાલી રહ્યું છે.
ઉજ્જૈન સ્માર્ટસિટી અંતર્ગત તોડી પાડવામાં આવેલ દુકાનો અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર Bansal News MPCG દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. અહીંયા પોલીસ અધિકારી અને તોડકામ અંગે વિસ્તૃત માહિતી જોવા મળે છે.
Conclusion
વધુ માહિતી માટે ઉજ્જૈનના એડિશનલ એસપી, અમરેન્દ્ર સિંહે સાથે ઘટના સંબધિત વાત કરતા જાણવા મળ્યું કે, “ઉજ્જૈનની ગીતા કોલોનીમાં રાષ્ટ્રવિરોધી નારા લગાવવામાં આવ્યા હોવાનો વિવાદ છેડાયો છે, જ્યારે ઉજ્જૈનના હરિ ફાટક વિસ્તારમાંથી અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું. આ બંને ઘટનાઓ ઉજ્જૈનના વિવિધ વિસ્તારોની છે અને તેનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી.
Result :- Misleading
Our Source
Bansal News MPCG
zeenews
bhaskar
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044