ચાઇલ્ડ ટ્રાફિકિંગ એ ગંભીર સમસ્યા છે જે ખાસ કરીને ભારતમાં, એક અહેવાલ પ્રમાણે ભારત મહિલાઓ અને બાળકો સાથે દબાણયુક્ત મજૂરી અને ખરીદ-વેચાણનો મોટો સ્ત્રોત છે. સામાજિક રીતે પછાત અને નીચલી જાતી, ધરામિક લઘુમતી ધરાવતા વર્ગોમાં આ સમસ્યા મોટાપાયે દેખાઈ આવે છે.
યુનાઇટેડ નેશન્સ ઓફ Drug, Crime(યુએનઓડીસી) દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિકિંગ પરના 2012ના વૈશ્વિક અહેવાલમાં જાહેર થયું છે કે વર્ષ 2007 અને 2010ની વચ્ચે વૈશ્વિક સ્તરે સત્તાવાર રીતે 27% બાળકો ટ્રાફિકિંગનો ભોગ બન્યા છે. નોંધનીય છે કે ચાઈલ્ડ ટ્રાફિકિંગ પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે (1) શરીરના અંગોના વેચાણ માટે (2) બાદ મજૂરી કરાવવા માટે. એમ.એમ.એચ.એ ડેટા દર્શાવે છે. 2010-14 દરમિયાન દેશભરમાં ગુમ થયેલા 8585 લાખ બાળકોમાંથી 61% છોકરીઓ હતી. ઉદાહરણ તરીકે, આંધ્રપ્રદેશ રાજ્યમાં ગુમ થયેલી છોકરીઓની સંખ્યા આંચકાજનક 11,625 છે જ્યારે 6,915 ગુમ થયેલા છોકરાઓ છે. છોકરીઓ વધારે ગમ થાવનું એક કારણ એ પણ છે કે વેશ્યાવૃત્તિ અને ભીખ માંગતી રેકેટ્સમાં તેમનું વધારે દબાણ અને શોષણ કરવામાં આવે છે.
તે ગરીબ અને પછાત સમુદાયોના બાળકો છે જેમને વારંવાર મજૂરી કરવાની ફરજ પડે છે. આ બાળકોના માતાપિતાને કાં તો દગો અથવા લાલચ આપવામાં આવે છે, તેમની નબળી આર્થિક પરિસ્થિતિઓને કારણે તેઓ વધુ સારી આજીવિકાના વિકલ્પો માટે તેમના બાળકોને ‘મોકલવા’ અથવા ‘વેચવા’ માટે દબાણ કરે છે. જાગૃતિનો અભાવ એ પરિસ્થિતિ છે કે જેનો વેપારીઓ ખાસ કરીને દેશની ઝૂંપડપટ્ટીઓ અને અન્ય પછાત પ્રદેશોમાં વધારે ફેલાયેલ છે.
ભારતમાં, સંરક્ષણ અને વ્યાપક બાળ સુરક્ષા મિકેનિઝમ્સના અમલીકરણની ખૂબ જ જરૂર છે. ભારતીય બાળકોને અનેક નબળાઈઓનો સામનો કરવો પડે છે. હજારો બાળકો હજી પણ ઇંટના ભઠ્ઠીઓ, બાંધકામની જગ્યાઓ અને ખેતીની જમીનમાં કામ કરે છે, ત્યારે ફરજિયાત બાળ મજૂરી ખાતર તસ્કરો વ્યાપકપણે પ્રચલિત છે. આ સિવાય બાળકોને તેમના માતાપિતા દ્વારા ફેક્ટરી અને ઉદ્યોગોમાં કામ કરવા માટે વેચવામાં આવે છે જે ઝેરી વાતાવરણથી ખૂબ જોખમી હોય છે.
વિશ્વભરમાં 200 કરોડથી વધુ બાળકો હજી પણ બાળ મજૂર તરીકે કામ કરી રહ્યા છે. અને રાષ્ટ્રીય વસ્તી ગણતરી 2011 મુજબ ભારતમાં 5 થી 14 વર્ષની વય જૂથમાં આશરે ૧.૧ કરોડ બાળ મજૂરો છે. ભારતમાં 5 થી 14 વર્ષની વચ્ચે 10.13 મિલિયન બાળ મજૂર (2011 ની વસ્તી ગણતરીના આંકડા) 2001 ની વસ્તી ગણતરીના આંકડાથી 2011 માં બાળ મજૂરીમાં 20% જેટલો ઘટાડો થયો હતો. ભારતમાં 15-18 વર્ષ વચ્ચે 22.87 મિલિયન કામદાર બાળકો છે. આ મુજબ ભારતમાં 11 બાળકોમાંથી 1 બાળકો કામ કરે છે.
પ્રારંભિક શાળા છોડનારાઓ અને શાળામાં ન ભણતા લોકો રોજગારની દુનિયાની બહાર રહેવાની ઉચ્ચ સંભાવના છે. આ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે તેઓને સુરક્ષિત નોકરી ન મળવાનું જોખમ રહે છે અને આ રીતે ગરીબી અને વંચિતતાના આંતરચક્રમાં ફસાયેલા રહે છે. રાષ્ટ્ર તરીકે આપણે આપણા બાળકોના શિક્ષણમાં શું રોકાણ કરી રહ્યા છીએ તેના પર ધ્યાન આપવું જરૂરી છે.
એકીકૃત બાળ સુરક્ષા યોજનાના પ્રાયોજક કાર્યક્રમ અંતર્ગત બિહારના ગયા જિલ્લાના એક પણ બાળકને લાભો મળ્યો નથી , જેનો હેતુ બાળકોને શાળામાં રાખવા અને બાળ મજૂરી અને હેરાફેરી અટકાવવાનો છે. આ યોજનાની નિષ્ફળતાથી ભારતમાં 10.1 મિલિયન બાળ મજૂરો તેમજ યુનિસેફના જણાવ્યા અનુસાર 2011ના ડેટા અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહારના 32% બાળકો બાળ મજૂરીમાં સામેલ થયા હતા. 2016 માં 23,000 થી વધુ પીડિતોને બચાવવામાં આવ્યા હતા, તેમાંથી 61 ટકા અથવા 14,183 બાળકો અને 39 ટકા વયસ્કો હતા. 14,183 બાળકોમાંથી 61 ટકા છોકરાઓ અને 39 ટકા છોકરીઓ હતી. રાજસ્થાનમાં બાળકોના બચાવમાં સૌથી વધુ સંખ્યા છે.
ભારતની આ સમસ્યા પર આપણે ધ્યાન આપી નથી રહ્યા હાલ, કેમકે આપણા સુધી આ પરિસ્થતિની અસર જોવા મળતી નથી. એમ પણ કહી શકાય આપણે આપણા માંથી ક્યાં ઊંચા આવીએ છીએ તો આ સમસ્યાનો સમાણો કરીએ, પરંતુ જે બાળકો વેચાઈ રહ્યા છે તે આવનારું ભવિષ્ય છે. આપણે આપણા ભવિષ્ય સાથે રમી રહ્યા છીએ જેની ગંભીર નોંધ દરેક ભારતીયે લેવી જોઈએ.
sources:-
NCRB DATA
UNICEF
INDIASPEND
business-standard
cry.org