Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : માનવાધિકારના ઉલ્લંઘન બદલ ઇઝરાયેલને સંયુક્ત રાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યું
Fact : વાયરલ થયેલો વિડીયો 2021માં સંયુક્ત રાષ્ટ્રની યોજાયેલ મિટિંગ સમયે લેવામાં આવેલ છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં અંશે પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ ક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર દ્વારા ઇઝરાયલને રિપોર્ટ આપવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે. ફેસબુક પર એક વિડીયો પોસ્ટ જોવા મળે છે. વીડિયોમાં એક વ્યક્તિ મંચ પર જઈને કેટલાક પેપરો ફાડી નાખે છે. વાયરલ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, “માનવાધિકારના ઉલ્લંઘન બદલ ઇઝરાયેલને સંયુક્ત રાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યું હતું અને તેને 20 પાનાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. ઇઝરાયેલના પ્રતિનિધિઓ 2 મિનિટ માટે મંચ પર આવ્યા અને આવો જવાબ આપી ને રવાના થઈ ગયા.”
માનવાધિકારના ઉલ્લંઘન બદલ ઇઝરાયેલને સંયુક્ત રાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યું હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા સમાન વીડિયો ઑક્ટોબર 30, 2021 ના રોજ, ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્દાનેના ટ્વિટર પર જોવા મળે છે. ટ્વિટમાં લખ્યું છે કે, આજે UN જનરલ એસેમ્બલીને સંબોધિત કરી અને માનવ અધિકાર પરિષદના વાર્ષિક અહેવાલના પાયાવિહોણા, એકતરફી છે. આ પછી, અમે નીચે આપેલા કોમેન્ટ વિભાગ પર પણ ધ્યાન આપ્યું જેમાં ગિલાડ એર્દાને સ્ટેજ પર જ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના વાર્ષિક અહેવાલને ફાડી નાખ્યો હતો અને તેને બિનજરૂરી રીતે ઈઝરાયેલની નિંદા કરવા બદલ ઠપકો આપ્યો હતો અને તેને હતાસ કરનાર અને નિરાશાજનક ગણાવ્યો હતો.
આ ઘટના અંગે વધુ તપાસ કરતા કેટલાક મીડિયા અહેવાલો જોવા મળે છે. 30 ઓક્ટોબર 2021ના આ રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્દાને શુક્રવારે યુએન માનવ અધિકાર પરિષદને ઇઝરાયેલની અસંગત નિંદા કરવા બદલ ઠપકો આપ્યો હતો અને સ્ટેજ પર સંસ્થાના વાર્ષિક અહેવાલને ફાડી નાખ્યો હતો. મીડિયા અહેવાલ અહીં,અહીં અને અહીં વાંચો
માનવાધિકારના ઉલ્લંઘન બદલ ઇઝરાયેલને સંયુક્ત રાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો 2021માં સંયુક્ત રાષ્ટ્રની યોજાયેલ મિટિંગ સમયે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ જૂના વિડીયોને હાલમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Our Source
Tweet Of Ambassador Gilad Erdan, 30 Oct 2021
Media Report of jpost , 31 Oct 2021
Media Report of presstv , 31 Oct 2021
Media Report of palestinechronicle , 31 Oct 2021
આ પણ વાંચો : મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044