Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim : કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકોએ પથ્થર મારો કર્યો
Fact : કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકો પથ્થર મારો કર્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. આ વીડિયો તેલંગાણાનો છે.
કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પૂરજોષમાં તૈયારીઓ ચાલી રહી છે. દરેક પાર્ટી જમીન થી સોશ્યલ મીડિયા સુધી પ્રચાર માટે કોઈ કસર છોડી નથી રહ્યા. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકોએ પથ્થર મારો કરી રહ્યા છે.
ફેસબુક પર “કર્ણાટક:બળાત્કારી જનતા પાર્ટી ને ખદેડતી કર્ણાટક ની જનતા” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોઈ શકાય છે. વીડિયોમાં કેટલાક લોકો ભાજપના પ્રચાર રથ સાથે તોડફોડ અને પથ્થર મારો કરતા જોઈ શકાય છે.
વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર મલયાલમ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેક્ટ ચેક અહીં વાંચો
Fact Check / Verification
કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકોએ પથ્થર મારો કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને 1 નવેમ્બર, 2022ના રોજ ફેસબુક યુઝર શિવરામ પ્રતાપા દ્વારા શેર કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. આ પોસ્ટ અનુસાર વીડિયો તેલંગાણાનો છે.
1 નવેમ્બર, 2022ના રોજ V6 ન્યૂઝ તેલુગુ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, મુનુગોડના પાલીવેલા ગામમાં અજાણ્યા વ્યક્તિઓએ ભાજપના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો કે આ હુમલા પાછળ ભારત રાષ્ટ્ર સમિતિના સભ્યોનો હાથ છે, જે અગાઉ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ તરીકે ઓળખાતી હતી.
બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના 1 નવેમ્બર, 2022ના રોજ પોસ્ટ કરેલા ટ્વીટ અનુસાર આ હુમલો મુનુગોડ પેટાચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન થયો હતો.
Conclusion
કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકોએ પથ્થર મારો કર્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. આ વીડિયો તેલંગાણાનો છે, હુમલો મુનુગોડ પેટાચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન થયો હતો.
Result : False
Our Source
Facebook post by Sivaram Pratapa on November 1,2022
Youtube channel by V6 News Telugu on November 1,2022
Tweet by G Kishan Reddy on November 1,2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.