Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : કર્ણાટકમાં ભાજપ પૈસા આપીને વોટ ખરીદી રહી છે.
Fact : વાયરલ થયેલા વિડીયો ખરેખર ઓક્ટોબર 2021ના તેલંગણાના હુઝુરાબાદની પેટા ચૂંટણી સમયે લેવામાં આવેલ છે.
આવતીકાલે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. તમામ પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે કોઈ કસર છોડી નથી, સોશ્યલ મીડિયા પર ચૂંટણીને અનુલક્ષીને અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ભાજપ નેતાની તસ્વીર સહીતના કવરને ખોલતા તેમાંથી 2 હજારની નોટો ગણી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે કર્ણાટકમાં ભાજપ પૈસા આપીને વોટ ખરીદી રહી છે.
ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ પોતાના ટ્વીટ એકાઉન્ટ પરથી આ વિડીયો કર્ણાટકનો હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. પોસ્ટ સાથે લખાણ લખવામાં આવ્યું છે કે “કર્ણાટકમાં હારના આરે ઉભેલા,ભાજપ હવે 40% કમિશનની કાળી આવકથી જનતાને ખરીદવા માંગે છે. ક્યારેક લોકોને રમખાણોનો ડર બતાવવામાં આવી રહ્યો છે. ક્યારેક તેમને કેન્દ્રીય સહાયથી વંચિત રાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ તમામ હાથકડીઓ સમજી ગયેલા લોકોએ ભાજપને વિદાય આપવાનું મન બનાવી લીધું છે.“
આ પણ વાંચો : કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ફેલાયેલ અન્ય ભ્રામક અફવાઓ અહીં વાંચો
કર્ણાટકમાં ભાજપ પૈસા આપીને વોટ ખરીદી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને indiatimes, indiatoday અને thenewsminute દ્વારા 28 ઓક્ટોબર 2021ના પ્રકાશિત થયેલા અહેવાલો જોવા મળે છે. અહીંયા વાયરલ વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ઘટના તેલંગાણાના હુઝુરાબાદ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે બનેલ છે.

અહેવાલ સાથે કોંગ્રેસ નેતા Manickam Tagore દ્વારા 28 ઓક્ટોબર 2021ના શેર કરવામાં આવેલ ટ્વીટ પણ જોવા મળે છે. વિડીયો શેર કરતા તેઓએ લખે છે કે “હુઝુરાબાદમાં કેવી રીતે લોકશાહી વેચાણ પર છે? જે.પી.નડ્ડા ભ્રષ્ટાચારી સંગી સરકારથી કમાયેલા કરોડો રૂપિયા મોકલે છે.”
વાયરલ વીડિયોમાં પૈસાના કવર પર ભાજપ નેતાની તસ્વીર પણ જોઈ શકાય છે. જે અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે આ વ્યક્તિ તેલંગણાના હુઝુરાબાદ મતવિસ્તારના ભાજપ નેતા ‘એટેલા રાજેન્દ્ર‘ છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડીયો કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો નથી.

કર્ણાટકમાં ભાજપ પૈસા આપીને વોટ ખરીદી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો ખરેખર ઓક્ટોબર 2021ના તેલંગણાના હુઝુરાબાદની પેટા ચૂંટણી સમયે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ જૂનો અને અન્ય રાજ્યમાં બનેલ ઘટનાનો વિડીયો કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Our Source
Media Report of indiatimes , 29 OCT 2021
Media Report of indiatoday , 29 OCT 2021
Media Report of thenewsminute , 28 OCT 2021
Tweet Of manickamtagore, on 28 OCT 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044