Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશ્યલ મીડિયા પર વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા મુદ્દે એક સમાચાર વહેતા થયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કાશી વિશ્વનાથના સ્પર્શ દર્શન કરવા માટે 500 થી લઈને 1000રૂ સુધી ચાર્જ ચૂકવવો પડશે.
ફેસબુક પર ગુજરાતી ન્યુઝ વેબસાઈટ vibesofindia દ્વારા 13 માર્ચના ” મંદિરમાં બાબાના સ્પર્શ દર્શન માટે પણ ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ રૂ. 500થી લઈને રૂ. 1,000 જેટલું હોઈ શકે છે.આ ચાર્જ ચૂકવીને શ્રદ્ધાળુઓ સીધા જ ગર્ભગૃહ સુધી પહોંચી શકશે અને બાબાના દર્શન-સ્પર્શ કરી શકશે.” ટાઇટલ સાથે અહેવાલ પોસ્ટ કરવામાં આવેલ છે.
કાશી વિશ્વનાથના સ્પર્શ દર્શન કરવા માટે 500 થી લઈને 1000રૂ સુધી ચાર્જ વસુલવાના વાયરલ દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન aajtak, amarujala અને theweek દ્વારા 15 માર્ચ 2023ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, કાશી વિશ્વનાથના સ્પર્શ દર્શન પર શુલ્ક લગાવવું એ એક અફવા છે. જે અંગે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના જનસંપર્ક અધિકારી અરવિંદ શુક્લા દ્વારા અજય શર્મા અને અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, 2 માર્ચે રંગ ભરી એકાદશીના અવસરે અજય શર્મા દ્વારા દાનની રસીદ પર બળજબરીથી ‘સ્પર્શ દર્શન’ લખાવવામાં આવ્યું. ત્યારબાદ તેમણે એક અખબાર સાથે આ રસીદ શેર કરી અને સમાચાર વાયરલ થયા. જેના પરિણામે ટ્વિટર પર કથિત રીતે વહીવટીતંત્ર અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ અવિશ્વાસ અને અભદ્ર ભાષાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ સ્પર્શ દર્શન માટે 500 રૂપિયા વસૂલવાના અહેવાલને ‘ફેક ન્યૂઝ’ ગણાવી છે. તેઓએ જણાવ્યું હતું કે ભારતના અન્ય મંદિરોમાં આ પ્રકારે ચાર્જ લેવામાં આવે છે જે અંગે એક તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અંગે કાશી વિશ્વનાથ મંદિર કમિટી દ્વારા કોઈપણ નિયમ જાહેર કરવામાં આવ્યો નથી.
વધુમાં ન્યૂઝચેકર દ્વારા મંદિર એથોરિટી સાથે પણ વાયરલ દાવા અંગે પુછપરછ કરવામાં આવી હતી. કાશી વિશ્વનાથ મંદિર એથોરિટી દ્વારા સ્પર્શ દર્શનના નામે વાયરલ દાવાને તદ્દન ભ્રામક ગણાવ્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે આ પ્રકારે મંદિર ટ્રસ્ટ દ્વારા ‘સ્પર્શ દર્શન’ માટે ટ્રાયલ પણ કરવામાં આવેલ નથી.
ન્યૂઝચેકર ટિમ દ્વારા અજય શર્મા સાથે વાયરલ પોસ્ટ મુદ્દે વાતચીત કરતા તેઓ જણાવ્યું કે સ્પર્શ દર્શનની ટિકિટ તેઓ દ્વારા લેવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે મંદિર પ્રશાશન અને અધિકારીઓ દ્વારા VIP દર્શનના નામ પર ચાલી રહેલા ભ્રષ્ટાચારના વિરોધમાં તેઓએ સ્પર્શ દર્શનની ટિકિટ લીધી હતી અને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. જે મીડિયા સંસ્થાનો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા અલગ વિચારો સાથે રજૂ કરવામાં આવી રહી છે.
કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન કરવા માટે 500 થી રૂ1000નો ચાર્જ વસુલ કરવાનો દાવો તદ્દન ભ્રામક છે. કાશી વિશ્વનાથ મંદિર એથોરિટી દ્વારા વાયરલ દાવાને તદ્દન ભ્રામક ગણાવ્યો છે. તેમજ આ ઘટના અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. સ્પર્શ દર્શન તમામ ભક્તો માટે સવારે અને સાંજે નિશ્ચિત સમય પર નિઃશુલ્ક છે.
Our Source
Media Reports Of aajtak, on 15 March, 2023
Media Reports Of amarujala, on 15 March, 2023
Media Reports Of theweek, on 15 March, 2023
Direct Contact With Kashi Vishwanath Temple
YouTube Video Of Live VNS, on 13 March, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044