પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ લગભગ પુરુ થઈ ગયુ છે અને હવે ઉદ્ધાટન માટે તૈયાર છે. 13 ડિસેમ્બરે પ્રધાનમંત્રી કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરશે. આ કોરિડોર કાશી વિશ્વનાથ મંદિર, મણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટ વચ્ચે 25,000 સ્કેવરફુટ મીટરમાં બની રહ્યો છે. જેમાં ફુડ સ્ટ્રીટ, રિવરફ્રંન્ટ સહિત બનારસનાં ટૂંકા રસ્તાઓને પહોળા કરવાનાં કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કાશી વિશ્વનાથ કોરિડોરના નવા સ્વરૂપ સાથે સોશ્યલ મીડિયા પર “કાશી વિશ્વનાથ મંદિરના ભવ્ય સ્વરૂપ” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. ટ્વીટર અને ફેસબુક પર કેટલાક યુઝર્સ આ મંદિર કાશી વિશ્વનાથ બાબાનું મંદિર હોવાનું માની ભ્રામક ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે.
Fact check / Verification
કાશી વિશ્વનાથ કોરિડોરના નવા સ્વરૂપ ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીઓના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર Shree Somnath Temple ઓફિશ્યલ એકાઉન્ટ પર સમાન વિડિઓ જોવા મળે છે. જે જોતા સાબિત થયા છે કે વાયરલ વિડિઓ ગુજરાતમાં આવેલ સોમનથ મંદિરનો છે.
જયારે, ગુગલ પર કાશી વિશ્વનાથ કોરિડોર અંગે કીવર્ડ સર્ચ કરતા hindustantimes દ્વારા 17 નવેમ્બરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં 13 ડિસેમ્બરના PM મોદીના હસ્તે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન થવા અંગે માહિતી સાથે કોરિડોરની તસ્વીર પ્રકાશિત કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણની શરૂઆત 2019માં PM મોદીના હસ્તે કરવામાં આવી હતી.

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ કાશી વિશ્વનાથ મંદિરના વિડિઓ અને સોમનાથ મંદિર ઓફિશ્યલ વેબસાઈટ પર આપવામાં આવેલ તસ્વીરની સરખામણી કરતા સાબિત થાય છે, કાશી વિશ્વનાથ મંદિરના નામે વાયરલ થયેલ વિડિઓ ખેરખર ગુજરાતમાં આવેલ સોમનાથ મંદિર છે.
વાયરલ વિડિઓ અંગે સચોટ માહિતી માટે newschecker ટિમ દ્વારા સોમનાથ મંદિર IT અધિકારી ધ્રુવ જોષી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે વાયરલ વિડિઓ સોમનાથ મંદિર છે, કાશી વિશ્વનાથ નહીં.
Conclsuion
કાશી વિશ્વનાથ કોરિડોરના નવા સ્વરૂપ ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. ગુજરાતમાં આવેલ સોમનાથ મંદિરના વિડિઓને ભ્રામક ટાઇટલ સાથે અને કાશી વિશ્વનાથ મંદિર હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Shree Somnath Temple 🙁 https://twitter.com/Somnath_Temple/status/1456293151203729408)
SELF ANALYSIS
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044