Fact Check
શું કિરણ બેદીએ ઇન્દિરા ગાંધીની ગાડી ડિટેઇન કરી હતી? જાણો વાયરલ દાવાનું સત્ય

Claim : કિરણ બેદીએ ઇન્દિરા ગાંધીની ગાડી ડિટેઇન કરી
Fact : 1975માં ગણતંત્ર દિવસની પરેડ બાદ ઇન્દિરા ગાંધીએ કિરણ બેદીને નાસ્તા માટે આમંત્રિત કર્યા હતા.
સોશ્યલ મીડિયા પર કિરણ બેદી અને ઇન્દિરા ગાંધીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “જયારે કિરણ બેદીએ ઇન્દિરા ગાંધીની ગાડી ડિટેઇન કરી ત્યારે તેનું સન્માન અને પ્રમોશન કરી પોતાને ઘરે બોલાવીને સાથે ભોજન લીધું હતું” વાયરલ તસ્વીરમાં એક ડાઇનિંગ ટેબલ પર કિરણ બેદી અને ઈન્દીરા ગાંધી બેઠેલા જોવા મળે છે.

આ પણ વાંચો : શું પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા છે? જાણો સત્ય
Fact Check / Verification
કિરણ બેદીએ ઇન્દિરા ગાંધીની ગાડી ડિટેઇન કરી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર કિરણ બેદીના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી નવેમ્બર 2017ના પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, ગણતંત્ર દિવસની પરેડ બાદ ઇન્દિરા ગાંધીએ કિરણ બેદીને નાસ્તા માટે આમંત્રિત કર્યા હતા.
આ ઉપરાંત, સમાન તસ્વીર કિરણ બેદીના ટ્વીટર એકાઉન્ટ પર નવેમ્બર 2018માં અને એપ્રિલ 2019ના પણ પોસ્ટ કરવામાં આવેલ છે. આ તમામ પોસ્ટ સાથે કિરણ બેદીએ ઇન્દિરા ગાંધી સાથેની મુલાકાત અંગે પોતાની યાદો રજૂ કરી છે. વાયરલ તસ્વીર અંગે કોઈપણ કાર ડિટેઇન કરવાની ઘટનાનો ઉલ્લેખ કે પુરાવા મળી આવતા નથી.
Conclusion
કિરણ બેદીએ ઇન્દિરા ગાંધીની ગાડી ડિટેઇન કરી હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસ્વીર કિરણ બેદીના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ છે, 1975માં ગણતંત્ર દિવસની પરેડ બાદ ઇન્દિરા ગાંધીએ કિરણ બેદીને નાસ્તા માટે આમંત્રિત કર્યા હતા.
Result : False
Our Source
Official Tweet Of Kiran Bedi , 19 Nov 2017
Official Tweet Of Kiran Bedi , 19 Nov 2018
Official Tweet Of Kiran Bedi , 22 Apr 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044