Fact Check
હિન્દૂ યુવતીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે લવ જેહાદના નામે ભ્રામક વિડિઓ વાયરલ
ગુજરાતમાં લવ જેહાદ મામલે થોડા સમય આગાઉ સરકારે ધર્મ સ્વાંત્રત અધિનિયમ 2003ની અંદર નવા સુધારોઆના માધ્યમથી નવું બિલ રજૂ કરી લવ જેહાદના કાયદા વધુ કડક કર્યા હતા. તો પણ છાશવારે લવ જેહાદના કિસ્સાઓ બનતા રહે છે. લવ જેહાદના નામે ઘણા વિડિઓ અને તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. આવા ભ્રામક દાવાઓ ધર્મ સાથે જોડાયેલા હોવાથી તેમને વાયરલ થવામાં સમય લાગતો નથી. આવા દાવા કોમી રમખાણોનું કારણ પણ બને છે અને કેટલીકવાર તે મોબ લિંચિંગ જેવી ઘટનાઓનું કારણ પણ બને છે.
આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર લવ જેહાદના નામે શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં યુવક દ્વારા એક યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવતીના ચહેરા અને ગરદન પર ઈજાના નિશાન છે. ફેસબુક પર “જેહાદી પકડા ગયા” ટાઇટલ સાથે આ યુવક હિન્દૂ યુવતીને પ્રેમમાં ફસાવી તેનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
હિન્દૂ યુવતીને પ્રેમમાં ફસાવી તેનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે લવ જેહાદના નામે વાયરલ થયેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન ન્યૂઝ 18 દ્વારા સપ્ટેમ્બર 2019 માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના રાંચીના પિથોરિયા વિસ્તારમાં બની હતી જ્યાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને ફરવા લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો. રિપોર્ટમાં હુમલાખોરનું નામ અરવિંદ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પરથી સ્પષ્ટ છે કે આ લવ જેહાદનો કેસ નથી.

આ પણ વાંચો :- સુરત પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ Aap કોર્પોરેટરના ઘરે માટલા ફોડી ધરણા કર્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
રાંચીના પિથોરિયા વિસ્તારમાં બનેલ ઘટના અંગે વધુ તપાસ કરતા asianetnews, etvbharat અને Jharkhand Mirror દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટ મુજબ આરોપી યુવક હિન્દુ છે. રિપોર્ટ અનુસાર, યુવતીએ લગ્ન કરવાની ના પાડી રહી હતી, જેના કારણે પ્રેમી યુવક અરવિંદને તેના પર શંકા ગઈ. આ કારણસર તેણે યુવતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જયારે આ ઘટના મામલે પીડિત યુવતીએ યુવક વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી.

Conclusion
હિન્દૂ યુવતીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે લવ જેહાદના નામે વાયરલ થયેલ વિડિઓ સાથે ભ્રામક દાવો કરવામાં આવેલ છે. આ ઘટના ઝારખંડ રાંચીના પિથોરિયા વિસ્તારમાં 2019માં બની હતી, તેમજ આરોપી યુવક પણ હિન્દૂ છે. યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો જેમાં ગુસ્સે થયેલા યુવકે યુવતીના ગળા પર હથિયાર વડે હુમલો કર્યો હતો. વાયરલ વિડિઓને લવ જેહાદની ઘટના બની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misplaced Context
Our Source
ન્યૂઝ 18
asianetnews,
etvbharat
Jharkhand Mirror
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044