Authors
Claim – સાંપ્રદાયિક નિવેદનબાજીનો આ વીડિયો અભિનેતા નસીરુદ્દીન શાહના સાચા ભાઈનો છે.
Fact – આ વીડિયો પાંચ વર્ષ જૂનો છે, જેમાં દેખાતો વ્યક્તિ નસીરુદ્દીન શાહનો ભાઈ નથી.
સાંપ્રદાયિક નિવેદન આપતી વ્યક્તિનો આઠ મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવે છે કે, આ ભડકાઉ નિવેદન અભિનેતા નસીરુદ્દીન શાહના સાચા ભાઈ ડૉ. સૈયદ રિઝવાન દ્વારા આપવામાં આવ્યું છે. વીડિયોમાં તે વ્યક્તિ કહેતા જોવા મળે છે કે, મુસ્લિમો એક સંયુક્ત સમૂહ છે જે ભારત પર કબજો કરવાના તેમના નિશ્ચિત લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં છે.
જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપનાર વ્યક્તિ અભિનેતા નસીરુદ્દીન શાહના ભાઈ નથી, પરંતુ સતીશ માયલાવરપુ ઉર્ફે સતીશ અન્ના છે.
12 ઑક્ટોબર, 2024ના રોજની ફેસબુક પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે, ‘દરેક હિન્દુએ સાંભળવું જોઈએ કે ડૉ. સૈયદ રિઝવાન (અભિનેતા નસીરુદ્દીનનો સાચો ભાઈ) આ વીડિયોમાં મુસ્લિમો વિશે શું કહે છે. જો તમે તમારી જાતને 1 ટકા હિંદુ પણ માનતા હો તો તેને ઓછામાં ઓછા 10 હિંદુઓને ચોક્કસ ફોરવર્ડ કરો. આ બિલકુલ સાચું છે. ફેસબુક પોસ્ટનું આર્કાઇવ અહીં જુઓ .
આવી અન્ય પોસ્ટ્સ અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
દાવાને ચકાસવા માટે, અમે ‘અભિનેતા નસીરુદ્દીન શાહના સગા ભાઈ’ કીવર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કર્યું. આ દરમિયાન, અમને જાણવા મળ્યું કે (નિવૃત્ત) લેફ્ટનન્ટ જનરલ ઝમીર ઉદ્દીન શાહ અભિનેતા નસીરુદ્દીન શાહના સાચા ભાઈ છે. જો કે, અમને ભૂતપૂર્વ વાઇસ આર્મી ચીફ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રહેલા (નિવૃત્ત) લેફ્ટનન્ટ જનરલ ઝમીર ઉદ્દીન શાહ દ્વારા સાંપ્રદાયિક નિવેદનો અપાયા હોય એ સંબંધિત કોઈ સમાચાર અહેવાલો મળ્યા નથી.
હવે વીડિયોમાં દેખાતી વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે, વીડિયોની મુખ્ય ફ્રેમ્સ પર રિવર્સ ઇમેજ સર્ચ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, અમે માર્ચ 2022ની ઘણી ફેસબુક પોસ્ટ્સમાં આ વિડિયો જોયો. જે અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે . બે વર્ષ જૂની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ વીડિયો તાજેતરનો નથી.
વીડિયોને ધ્યાનથી સાંભળવા પર અમને જાણવા મળ્યું કે, વીડિયોમાં દેખાતી વ્યક્તિ 3:10 મિનિટે પોતાને ‘અન્ના’ કહે છે. સર્ચ કરતાં, અમને સતીશ અન્ના નામના ફેસબુક યુઝરના એકાઉન્ટ પર આ વીડિયોનું લાંબુ વર્ઝન પણ મળ્યું. 20 માર્ચ, 2022ના રોજ આ વીડિયો શેર કરતી વખતે, સતીશ અન્નાએ કૅપ્શનમાં લખ્યું, “શું મેં આ વીડિયોમાં કંઈ ખોટું કહ્યું??”
વાયરલ વીડિયોમાં વ્યક્તિ 3:20 સેકન્ડે કહે છે કે ‘હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે ગુરુવારે પુલવામામાં હુમલો થયો હતો.’ જે સ્પષ્ટ કરે છે કે આ વીડિયો પુલવામા હુમલાની આસપાસ બનાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો.
સતીશ અન્નાએ 20 માર્ચ, 2022 ના રોજ તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, તેમણે આ વીડિયો ફેબ્રુઆરી 2019માં બનાવ્યો હતો, જે તે પછી (2022)માં ફરીથી વાયરલ થયો હતો. પોસ્ટની સાથે તેમણે પોતાની એક નિખાલસ તસવીર પણ શેર કરી છે.
આગળ તપાસમાં, અમે સતીશ અન્ના (સતીશ મયલાવરાપુ)ના X (ટ્વિટર ઍકાઉન્ટ)ની પણ તપાસ કરી. અહીં અમને જાણવા મળ્યું છે કે, સતીશ મયલાવારપુ ઉર્ફે સતીશ અન્નાએ તેમના એકાઉન્ટમાંથી સાંપ્રદાયિક નિવેદનો સાથેના વીડિયો પ્રકારના ઘણા વાયરલ વીડિયો શેર કર્યા છે. આવ વીડિયો ઑડિયો અને સતીશ મયલાવારપુની તસવીરોને મેચ કરવાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ સતીશ મયલાવારપુ છે.
તપાસ દરમિયાન, અમને જાણવા મળ્યું કે, સતીશ મયલાવારપુએ તેમના ટ્વિટર (એક્સ ઍકાઉન્ટ) પરથી જવાબ આપી તેમનો વીડિયો અભિનેતા નસીરુદ્દીન શાહના સગા ભાઈ ડૉ. સૈયદ રિઝવાનનો હોવાની વાતનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કકે, આ વીડિયો તેમણે ખુદ ફેબ્રુઆરી 2019માં બનાવ્યો હતો.
Conclusion
તપાસમાં એવું તારણ નીકળે છે કે, વીડિયોમાં દેખાતી વ્યક્તિ અભિનેતા નસીરુદ્દીન શાહના ભાઈ નથી. ખોટા દાવા સાથે વીડિયો વાયરલ થયો છે.
Result – False
Sources
X posts by Satish Anna
Facebook post by Satish Mylavarapu
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044