Fact Check
ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Claim
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ ઠંડુ પડવાનું નામ નથી લઇ રહ્યું. સોશ્યલ મીડિયા પર મિસાઈલ હુમલા, વિરોધ પ્રદશનથી લઈને લોકોને પડી રહેલ હાલાકી ના અનેક વિડીયો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં કેટલાક લોકો ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઇઝરાયલના ઝંડાને આગ લગાવી રહેલ વ્યક્તિ પણ આગની લપેટમાં જોઈ શકાય છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જણાયું છે.

Fact Check / Verification
કેટલાક લોકો ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાના વાયરલ વિડીયોના કિફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર Al Arabiya English દ્વારા 9 મેં 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ કુદસ દિવસના વિરોધ દરમિયાન ઈરાનમાં એક વ્યક્તિ ઈઝરાયેલનો ધ્વજ સળગાવતા આગમાં સળગી ઉઠ્યો.
આ અંગે વધુ તપાસ કરતા ન્યુઝ વેબસાઈટ jpost અને timesofisrael દ્વારા 10 મેં 2021ના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વ્યક્તિ સળગતા ઇઝરાયલી ધ્વજને ઉપાડી રહ્યો છે અને તેને લહેરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અચાનક પવનથી આગ વ્યક્તિના કપડા સુધી ફેલાઈ જાય છે. સમાન વિડીયો Iran International નામના ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે.

Conclusion
કેટલાક લોકો ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાનો વાયરલ વિડીયો ખરેખર વર્ષ 2021માં બનેલ ઘટના છે. સોશ્યલ મળ્યા યુઝર 2021માં બનેલી જૂની ઘટનાને હાલમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Result : Missing Context
Our Source
Tweet Of Al Arabiya English , 9 May 2021
Media Report Of jpost , 10 May 2021
Media Report Of timesofisrael , 10 May 2021
આ પણ વાંચો : શું પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044