Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
સોશિયલ મિડિયામાં એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનની છત પર જઈ આત્મહત્યા કરે છે.
આ વિડિઓને ફેસબુકના માધ્યમથી ગુજરાત “વડોદરા ગઈ કાલ રાત્ર નો મોત નો બનાવ *જોવો વીડિયો માં” આ પ્રકારના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા ફેસબુકના માધ્યમથી એક વિડિઓ વાયરલ થઇ રહયો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનની છત પર જઈ ઇલેટ્રીક વાયર પકડી આત્મહત્યા કરે છે. જયારે ફેસબુક અને વોટ્સએપ પર આ વિડિઓને ગુજરાતના વડોદરા સ્ટેશન પર થઇ હોવાનો દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.
જયારે અમે આ વાયરલ પોસ્ટની સત્ય તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજ તેમજ ગુગલ એડવાન્સ સર્ચ દ્વારા આ પોસ્ટના તથ્યો જાણવાના પ્રયાસ કર્યા ત્યારે મળતા પરિણામોમાં સાબિત થયું કે આ વિડિઓ વડોદરાનો નથી, આ ઘટનાને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
વિડિઓ માંથી તસ્વીરને અલગ કરી અમે જયારે તેમાં દેખાતા ટ્રેન નંબરના આધારે ગુગલ પર સર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ ટ્રેન ચેન્નાઇ રૂટ પર ચાલે છે, જેનું નામ “Mangalore Chennai Egmore Express” છે. આ પરથી સાબિત થાય છે કે આ બનાવ વડોદરા સ્ટેશન પર નથી બન્યો.
જયારે આ ઘટના પર ગુગલ કીવર્ડની મદદ વડે સર્ચ કરવામાં આવ્યું ત્યારે અલગ- અલગ દાવા સાથે આ વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે. જેમ આ કોઈએ રીપેરીંગ સમયે વર્કરની મોત થયાનો દાવો કર્યો છે. તો કોઈએ મુંબઈની ઘટના બતાવી છે.
ટ્રેન નંબર પરથી સાબિત થયા બાદ કે આ ટ્રેન ચેન્નઈ રૂટની છે, ત્યારે આ ઘટનાના કીવર્ડ સાથે ચેન્નાઇ ન્યુઝ એજન્સીના રિપોર્ટ શોધવાના પ્રયાસ કર્યા ત્યારે આ ઘટનાને “asianetnews” નામના ન્યુઝ ચેનલ પર આ ખબરને પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં માહિતી આપવામાં આવી છે કે ઘટનામાં મૃત્યુ થનાર વ્યક્તિનું નામ “બિનોદ ભૂંયા” છે, જેની ઉમર 40 છે, તેમજ આ ઘટના 18 નવેમ્બર માલ્દા સ્ટેશન પર બની છે. મૃત્યુ થનાર વ્યક્તિ રાંચી, ઝારખંડનો છે.
મળતા તમામ પરિણામો અને તથ્યો પરથી વાયરલ વિડિઓ પર જે ભ્રામક દાવ ઓ કરવામાં આવ્યો હતો તે તેમજ આ સાથે સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહેલા તમામ બીજા દાવાઓ અહીંયા ખોટા સાબિત થાય છે, મળતા તથ્યો પરથી સાબિત થાય છે કે આ ઘટના ચેન્નાઇના માલ્દા સ્ટેશનની છે.
Tools:-
google advance search
invid tools
google keyword search
magnifier
પરિણામ :- ભ્રામક દાવા (fake news)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.