રાણીની વાવ પાટણ જિલ્લામાં આવેલ પગથિયા વાળો કૂવો ગુજરાત માટે પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. સોશ્યલ મીડિયા પર વાવની તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે, ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રાણીની વાવ ફરી શોધી કાઢવામાં આવેલ છે. ટ્વીટર અને ફેસબુક પર “कोई भी यकीन नहीं करेगा कि यह आज से सदियों पहले 1063 ईसवी में बनाया गया था ।हमारे पूर्वज के कारनामे है ना अद्भुत ??कुछ वर्षों पहले भारतीय पुराततत्व विभाग ने इसे पुनः खोज निकाला” કેપશન સાથે આ પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
રાણીની વાવ પર વાયરલ થયેલ દાવાને ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા thehindu દ્વારા ડિસેમ્બર 2014ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ રાણીની વાવને 2014માં unesco દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવેલ છે, તેમજ વાવની રચના, બાંધકામ અને ઇતિહાસ વિશે માહિતી જોવા મળે છે. 1950માં વૈજ્ઞાનિકો દ્વારા આ સાઈટ પર કામ કરવાનું શરૂ કરાયું હતું, 60 વર્ષથી વધુના કામ બાદ રાણીની વાવ વિશ્વ ધરોહર હોવાનો અવસર પ્રાપ્ત થયો અને જે બાદ જૂન મહિનામાં unesco દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે નોંધવામાં આવેલ છે.

રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટ બનવવા માટે અમદાવાદ cept university દ્વારા અને પુરાતત્વ વિભાગ દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ASI ડાઈરેકટર દ્વારા કહેવામાં આવ્યું “ભારત પાસે 27 વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, જેમાં ગુજરાતમાં ચંપારણ ત્યારે અમે રાણીની વાવને પણ વર્લ્ડ હેરિટેજ સાઈટ બનવવા માંગ કરીએ છીએ. જેથી તેની સુરક્ષા અને જાળવણી માટે મદદ મળી રહે.” આ માહિતી ahmedabadmirror દ્વારા 2008માં પબ્લિશ કરાયેલ આર્ટિકલમાં આપવામાં આવેલ છે.

વાયરલ દાવા પર વધુ સર્ચ કરતા unesco દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ પર આપવામાં આવેલ માહિતી જોવા મળે છે, જેમાં વાવના બાંધકામ, ઇતિહાસ અને પુરાતત્વ વિભાગ દ્વારા થયેલ શોધખોળ વિશે માહિતી આપવામાં આવેલ છે.

Conclusion
સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટ મુજબ થોડા વર્ષો પહેલા પુરાત્વ વિભાગ દ્વારા રાણીની વાવ ફરી શોધી કાઢવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. 1950માં વૈજ્ઞાનિકો દ્વારા આ સાઈટ પર કામ કરવાનું શરૂ કરાયું હતું, જે બાદ 2008થી પુરાતત્વ વિભાગ દ્વારા વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટ બનાવવા માંગ કરવામાં આવી હતી. જે બાદ 2014માં unesco રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે પ્રમાણિત કરેલ છે.
Result :- Misleading
Our Source
thehindu : https://frontline.thehindu.com/arts-and-culture/heritage/a-queens-tribute/article6675794.ece
ahmedabadmirror : https://ahmedabadmirror.indiatimes.com/ahmedabad/cover-story/rani-ki-vav-has-its-sight-trained-on-unesco-list/articleshow/37813510.cms
unesco : https://whc.unesco.org/en/list/922
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

