છેલ્લા થોડા સમય દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સ માફિયાનું જોર વધ્યું હોવાનું જાણતા ગુજરાત ATS દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવેલ છે. મોરબીના ઝીંઝુડા ગામથી ATS દ્વારા અંદાજે 600 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું, સાથે જ ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ સપ્લાયરોને ઝડપી લેવામાં આવ્યા હતા. ડ્રગ્સ માફિયાના આરોપી AAP કાર્યકર્તા હોવાનો દાવો કરવામાં આવેલ છે.
600 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલ ત્રણ સપ્લાયરોની એક ભ્રામક તસ્વીર શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર મોરબી માંથી પકડાયેલ ડ્રગ્સ અંગે પોસ્ટ કરવામાં આવેલ ખબરની તસ્વીરમાં આરોપીઓ આમ આદમી પાર્ટીની ટોપી પહેરેલા જોવા મળે છે, સાથે તેઓ AAP સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવેલ છે.

Fact Check / Verification
મોરબીના ઝીંઝુડા ગામથી ATS દ્વારા અંદાજે 600 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હોવાની ખબર અંગે સર્ચ કરતા કેટલાક ન્યુઝ અહેવાલો જોવા મળે છે. ડ્રગ્સ માફિયાના આરોપી AAP કાર્યકર્તા હોવાનો દાવા અંગે સર્ચ કરતા gujaratmirror અને navgujaratsamay દ્વારા પ્રકાશિત અહેવાલ સાથે આરોપીની તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. ATSના અધિકારીઓએ જથ્થો કબજે લઇને આરોપી જબ્બાર, ગુલામ ભાગડ અને સમસુદ્દીન ઉ₹ર્ફે પીરજાદા બાપુને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસ મુજબ આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશીર બલોચ પાસેથી દરિયાઈ માર્ગે મંગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-કંગના રનૌતને એવોર્ડ આપવાના સંદર્ભે મહિલાઓએ પોસ્ટર પર કાળો રંગ લાગવી વિરોધ કર્યો હોવાનો વિડિઓ વાયરલ
જયારે, ડ્રગ્સ માફિયાના આરોપી AAP કાર્યકર્તા હોવાના દાવા સાથે વાયરલ થયેલ Divya Kesari Newspaperની ઓરીજનલ તસ્વીર જોવા મળે છે. જે જોતા સ્પષ્ટ થાય છે કે, વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. તસ્વીરમાં ભ્રામક રીતે આમ આદમી પાર્ટીની ટોપી આરોપીના માથે લગાવવામાં આવેલ છે.

મોરબી માંથી પકડાયેલ ડ્રગસના આરોપી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે કે નહીં તે અંગે સચોટ માહિતી માટે AAP મોબરી પ્રેસિડેન્ટ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે આ આરોપી માંથી કોઈપણ વ્યક્તિ ભૂતકાળ કે હાલમાં પાર્ટી સાથે જોડાયેલ નથી. તેમજ વધુ તપાસ કરતા મોરબી પોલીસ સાથે વાતચીત કરતા પણ જાણવા મળે છે આરોપીઓ એ ધરપકડ દરમિયાન કોઈપણ રાજકીય પાર્ટીની ટોપી પહેરેલી ન હતી, વાયરલ તસ્વીર એડિટ કરવામાં આવેલ છે.
Conclusion
મોરબીના ઝીંઝુડા ગામથી ATS દ્વારા અંદાજે 600 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું સાથે ત્રણ આરોપી પકડવામાં આવ્યા છે. ડ્રગ્સ માફિયાના આરોપી AAP કાર્યકર્તા અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ AAP પાર્ટીની ટોપી પહેરેલા જોવા મળે છે.
Result :- Misleading Content
Our Source
navgujaratsamay :- (https://www.navgujaratsamay.com/600-crore-heroin-seized-from-zinzuda-village-in-morbi/211019.html)
Divya Kesari Newspaper :- (https://www.facebook.com/divyakesarinews/posts/2074224989394407)
Phone Verification With Police
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044