વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા જોવા મળે છે. નોંધનીય છે કે જે રૂમમાં મોદી બેઠા છે ત્યાં દિવાલ પર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની છબી લટકાયેલ જોવા મળી રહી છે.
તસવીર શેર કરતી વખતે સોશિયલ મીડિયા યુઝર્સ પીએમ મોદી પર કટાક્ષ કરી રહ્યા છે કે બર્લિનમાં પણ નેહરુ મોદીનો સાથ નથી છોડતા. આ તસવીર બિહાર મહિલા કોંગ્રેસના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી પણ પોસ્ટ કરવામાં આવી છે. સાથે લખ્યું છે કે વડા પ્રધાન નહેરુને ખતમ કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમને ખતમ કરવા સરળ નથી.

આ પણ વાંચો :- AAP નેતા સંજય સિંહ તેના જ સાથી નેતા સાથે મારપીટ કરી રહ્યા હોવાંના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
Fact Check / Verification
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા સમયે દીવાલ પર જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ અહેવાલો સાથે પ્રકાશિત થયેલ મૂળ તસ્વીર જોય શકાય છે. તેમજ પીએમ મોદીની આ મુલાકાતની તસ્વીર તેમના ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે.

આ તસવીર ટ્વીટર પર 2 મે 2022ના પોસ્ટ કરવામાં આવેલ છે, જ્યારે વડાપ્રધાન મોદીએ બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. અહીંયા જોઇ શકાય છે કે જવાહરલાલ નેહરુની તસ્વીર કોઈપણ જગ્યાએ લગાવવામાં આવેલ નથી.
Conclusion
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા સમયે દીવાલ પર જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર એડિટિંગ સોફ્ટવેરની મદદથી લગાવવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Altered Media
Our Source
Report of The Times Of India, published on May 2, 2022
Tweet of PMO India of May 2, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044