Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
વરસાદની મોસમ આવી ચૂકી છે, હાલમાં આસામ ખાતે ભારે વરસાદ અને પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. સોશ્યલ મીડિયા વરસાદી વાતાવરણ પર અનેક તસ્વીર અને વિડીયો શેર થઈ રહ્યા છે, જે ક્રમમાં મુંબઈ સાનપાડા બ્રિજ પર બાઈક સવાર સ્લીપ થઈને પડી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયેલ છે.
ફેસબુક પર કેટલાક ન્યુઝ સંસ્થાનો Paramsatya24x7news અને Satyanews દ્વારા “બાઈક ચાલકો વરસાદ પડી રહ્યો તો ધ્યાન રાખજો નહીતર તમારું પણ થઇ શકે છે એકસીડન્ટ #SanpadaBridge #mumbai #viralvideo #SanpadaBridgevideo #mumbaiviralvideo” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક બાઈક સવાર બ્રિજ પર વરસાદી વાતાવરણ હોવાના કારણે સ્લીપ થઈને પડી રહ્યા છે. યુઝર્સ આ ઘટના મુંબઈ અને સુરત બ્રિજ પર બનેલ હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : અગ્નિપથ યોજના મુદ્દે ભડકેલ હિંસાથી લઈને ગુજરાતમાં માસ્ક ફરજિયાત થવાના ભ્રામક દાવા પર ફેકટચેક
Fact Check / Verification
મુંબઈ સાનપાડા બ્રિજ પર બાઈક સવાર સ્લીપ થઈને પડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા republicworld દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ 22 જૂન, બુધવારના રોજ કરાચીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યા બાદ કરાચીમાં મિલેનિયમ મોલ નજીક રોડ પરના ફ્લાયઓવર પર આ ઘટના બની હતી.
આ ઘટના પર મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા પાકિસ્તાની મીડિયા સંસ્થાન paklivetv અને geo.tv દ્વારા આ ઘટના પર પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. ન્યુઝ રિપોર્ટ પ્રમાણે, અણધાર્યા ધૂળ-વાવાઝોડાને પગલે કરાચીના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, લપસણાં રસ્તાઓને કારણે ઘણા બાઈક સવારો પડી ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા.
અહીંયા ગુગલ મેપ પર રાશિદ મિનહાસ રોડના દર્શ્યો જોઈ શકાય છે. ઉપરાંત, ટ્વીટર પર પત્રકાર Zia Ur Rehman દ્વારા પણ 22 જૂનના સમાન વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે, જે સાથે આપવામાં આવેલ માહિતી મુજબ ‘કરાચીમાં વરસાદ દરમિયાન અને પછી લપસણો રસ્તાઓને કારણે અકસ્માત,આ મિલેનિયમ મોલના દ્રશ્યો છે.’
Conclusion
મુંબઈના સાનપાડા બ્રિજ પર બાઈક સવાર સ્લીપ થઈને પડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર 22 જૂનના પાકિસ્તાનના કરાચી ખાતે બનેલ ઘટના છે. કરાચીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યા બાદ કરાચીમાં મિલેનિયમ મોલ નજીક રોડ પરના ફ્લાયઓવર પર આ ઘટના બની હતી. સોશ્યલ મીડિયા યુઝર્સ અને ન્યુઝ સંસ્થાનો દ્વારા આ ઘટના મુંબઈના સાનપાડા બ્રિજ ખાતે બનેલ હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Media Reports Of republicworld on 26th June 2022
Media Reports Of paklivetv અને geo.tv on 22nd June 2022
Google Street View
Tweet by NY Times Journalist Zia Ur Rehman on 22nd June 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.