સુરતમાં ગ્રીષ્મા પટેલની હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી છવાઈ છે. ઘટના મુજબ, સુરતમાં એક તરફી પ્રેમમાં યુવકે ગ્રીષ્મા પટેલનું ગળું કાપી હત્યા કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે ન્યુઝ તેમજ હત્યાના વિડિઓ જોવા મળે છે. આ ક્રમમાં કેટલાક યુઝર્સ દ્વારા ‘સુરતમાં એક “મુસ્લિમ” યુવકે “હિન્દુ” છોકરીનું માથું કાપી નાખ્યું’ હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ ભયાનક ઘટનાનો વિડિયો સાંપ્રદાયિક દાવા સાથે શેર કર્યો છે, જેમાં “હિન્દુઓ” ને “જાગો અને એક થવા” અને “અમારા બાળકો માટે લડવા” વિનંતી કરી છે. ફેસબુક અને વોટ્સએપ પર “लव जिहाद संघर्ष” ટાઇટલ સાથે યુવક મુસ્લિમ હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Fact Check / Verification
NDTVના અહેવાલ મુજબ, ફેનીલ ગોયાણી તરીકે ઓળખાતા આરોપીની સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. “આરોપી અને પીડિતા સ્કૂલમાં સાથે ભણ્યા હતા. મહિલા સાથે સંબંધની તેની ઈચ્છાનો તેણી અને તેના પરિવારના સભ્યોએ વિરોધ કર્યો હતો. શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ, મહિલાના કાકાએ ગોયાણીનો સામનો કર્યો અને તેમને તેમનાથી દૂર રહેવા કહ્યું હતું.

ફેનિલના કબજામાંથી બે છરીઓ મળી આવી છે, જે તેણે સુરત શહેરના એક મોલમાંથી ખરીદી હતી. આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે. ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયા હીરાના વ્યવસાયમાં છે અને તેઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મંગળવારે નાઈજીરિયાથી ભારત પરત ફર્યા હતા.
ઉપરાંત, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો એક અહેવાલ જોવા મળે છે. જે મુજબ વાયરલ વીડિયો પીડિતાના પરિવારજનોએ કેપ્ચર કર્યો હતો.

જયારે આ ઘટના લવ જેહાદની હોવાના દાવા અંગે ન્યૂઝચેકર દ્વારા કામરેજ પીએસઆઈ પીએમ પરમારનો પણ સંપર્ક કર્યો હતો જેમણે પુષ્ટિ કરી હતી કે આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક રંગ નથી. તેમણે કહ્યું, “છોકરી અને છોકરો બંને એક જ સમુદાયના છે, બન્ને ગુજરાતી પટેલ છે.
Conclusion
સુરતમાં એક તરફી પ્રેમમાં મૃત્યુ પામેલ ગ્રીષ્મા પટેલ અંગે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ લવ જેહાદના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. સુરત પોલીસ અને FIR મુજબ આ ઘટનામાં કોઈપણ સાંપ્રદાયિક રંગ નથી, યુવક-યુવતી બન્ને એક જ સમાજ અને ધર્મના છે.
Result :- Misleading Content/Partly False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044