Tuesday, December 23, 2025

Fact Check

કેટલાક મુસ્લિમોએ પવિત્ર નદીના પાણીમાં ઉભા રહીને નમાઝ અદા કરી હોવાના ભ્રામક વિડીઓનું સત્ય

Written By Prathmesh Khunt
May 10, 2022
banner_image

દેશભરમાં હિન્દૂ-મુસ્લિમ વિવાદ વધતો જઈ રહ્યો છે, અવાર-નવાર કોમી રમખાણોના સમાચાર સામે આવે છે. તાજેતરમાં, મસ્જિદમાં અઝાન સમયે વાગતા લાઉડ સ્પીકર લગાવવા મુદ્દે હિન્દૂ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ તમામ કોમી વિવાદો વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક મુસ્લિમ સમુદાયના લોકો નદીના પાણીમાં ઉભા રહીને નમાઝ અદા કરી રહ્યા છે.

પાણીમાં ઉભા રહીને નમાઝ

ફેસબુક પર “હદ પર હદ વટાવી રહ્યા છે. હવે નદીમાં નમાઝ?” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા મુજબ મુસ્લિમો હવે નદીમાં પણ નમાઝ પઢવા લાગ્યા છે, આ લોકો હદ્દ વટાવી રહ્યા છે અને આવા લોકોને કડક હાથે જ રોકવા પડશે. વગેરે જેવા ભડકાવ લખાણ સાથે વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે.

પાણીમાં ઉભા રહીને નમાઝ

આ પણ વાંચો :- રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

Fact Check / Verification

મુસ્લિમ સમુદાયના લોકો નદીના પાણીમાં ઉભા રહીને નમાઝ અદા કરી રહ્યા હોવાના વાયરલ વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન dhakatribune, daily-bangladesh અને unb દ્વારા મેં 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, બાંગ્લાદેશના ઉપઝિલ્લા અને આસપાસના ગામમાં સાયક્લોન એમફાનના કારણે પૂરના પાણી ધસી આવ્યા હતા. આ કારણે લોકોને ઘૂંટણ સુધીના પાણીમાં ઉભા રહીને ઈદની નમાજ અદા કરવાની ફરજ પડી હતી.

પાણીમાં ઉભા રહીને નમાઝ

ગ્રામજનોએ ઉપજિલ્લાના કોઈરા ગામ નંબર 2ના સ્લુઈસ ગેટને અડીને આવેલા બંધનું સમારકામ જાતે કર્યું હતું. ત્યારબાદ સવારે 11 વાગ્યે તમામ ગામ લોકોએ ઘૂંટણિયે પાણીમાં ઈદની નમાજ અદા કરી હતી.

વાયરલ ઘટના અંગે વધુ માહિતી માટે ગુગલ સર્ચ કરતા Independent Television નામની યુટ્યુબ ચેનલ દ્વારા 25 મેં 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, ચક્રવાત અમ્ફાનથી ક્ષતિગ્રસ્ત થયેલા ઘણા વિસ્તારોમાં ઈદની જમાત થઈ ન હતી. જયારે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોએ પાણીમાં ઉભા રહીને નમાજ અદા કરી હતી.

ઉલ્લખનીય છે કે ચક્રવાત ‘અમ્ફાન’ સમયે 20 મે 2020ના રોજ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અને દરિયામાં 10 ફૂટથી વધુની ભરતી સાથે બાંગ્લાદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મોટી તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાના કારણે કોયરા અને ઉપઝિલ્લામાં 11 સ્થળોએ ડેમના પર તુતી ગયા હતા અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Conclusion

મુસ્લિમ સમુદાયના લોકો નદીના પાણીમાં ઉભા રહીને નમાઝ અદા કરી રહ્યા હોવાનો વાયરલ વિડિઓ ખેરખર 2020માં બાંગ્લાદેશમાં બનેલ ઘટના છે. સાયક્લોન અમ્ફાન સમયે બાંગ્લાદેશના દરિયાકાંઠે આવેલા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જે સમયે સ્થાનિકોએ ઘૂંટણિયે પાણીમાં ઈદની નમાજ અદા કરી હતી. આ ઘટના ભારતના કોઈ ખૂણે ઘટિત થઈ હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે.

Result : False Context / False

Our Source

Media Reports Of Dhakatribune, Daily-Bangladesh And Unb, 25th May 2020
YouTube Channel Independent Television News Bulletin on 25th May 2020


image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,658

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage