Authors
Claim
સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો હતો કે પીએમ મોદીએ એક રેલીમાં ભાષણમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.
Fact
વીડિયો ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો છે અને ક્લિપ કરેલો છે. પીએમ મોદીએ ભાષણમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો નથી.
સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ હતી જેમાં દાવો કરાયો હતો કે વડા પ્રધાન મોદીએ એક રેલીમાં તેમના ભાષણમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. વીડિયો પોસ્ટમાં કહેવાયું છે કે વડા પ્રધાન ગુજરાતમાં રેલીમાં ભાષણ વખતે તેમાં અપશબ્દ બોલી રહ્યા છે. તેમનું ભાષણ ગુજરાતી ભાષામાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વીડિયો શેર કરાયો હતો અને વીડિયો ક્લિપને એક સમાચાર સંસ્થાના લોગો સાથે સ્ક્રિનશોટ કરીને શેર કરવામાં આવ્યો હતો. આર્કાઇવ પોસ્ટ.
Fact check/Verification
જિતેન્દ્ર વૈષ્ણવ નામના યુઝરે 15 સેકન્ડની વીડિયો ક્લિપને એક્સ (ટ્વિટર) પર શેર કરેલ છે. જેમાં પીએમ મોદી ગુજરાતીમાં ભાષણ આપી રહ્યા છે.
તપાસમાં વીડિયો વર્ષ 2019ના એક વીડિયોમાંથી ક્લિપ કરાયેલો વીડિયો હોવાનું માલૂમ થયું છે. અને તેને ખોટા સંદર્ભથી શેર કરવામાં આવ્યો છે. ભાજપના જ સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદીનો જૂનો વીડિયો રહેલો છે. તેમાંથી જ આ ક્લિપ કરી વાઇરલ કરાઈ છે.
વાઇરલ પોસ્ટના વીડિયોની કીફ્રેમને રિવર્સ ઇમેજ કરતા વીડિયો જૂનો હોવાનું મળી આવ્યું છે. અને તે ક્લિપ કરાયેલો પણ છે. વળી તે વીડિયોમાં ભાષણનો એક ટુકડો ક્લિપ તરીકે કાઢી તેને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયોની વધુ તપાસ કરતા તેમાં માલૂમ પડે છે કે પીએમ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યા નથી.
વધુ ઇન્વેસ્ટિગેશનમાં એ પણ બહાર આવ્યું કે ઓરિજિનલ વીડિયો વર્ષ 2019માં ગુજરાતમાં પીએમ મોદીની રેલીના ભાષણનો છે. પીએમ મોદીએ પાટણમાં રેલીનું સંબોધન કર્યું હતું. ઓરિજિનલ વીડિયો ભાજપના યુટ્યુબ હેન્ડલ પર પણ ઉપલબ્ધ છે.
વીડિયો ક્લિપમાં પીએમ મોદી બોલી રહ્યા છે કે, “કહેવાય છે કે ભવિષ્યમાં પાણીને લઈને લડાઈઓ થશે..તો પછી પાણી પહેલાં જ પાળ કેમ ન બાંધીએ?”
પરંતુ વીડિયો ક્લિપને ખોટા સંદર્ભ સાથે શેર કરાઈ છે જેથી તેમનું ઉચ્ચારણ અસ્પષ્ટ સંભળાય એટલે કે ગુજરાતી ન જાણનાર વ્યક્તિને તેનું અસ્પષ્ટ ઉચ્ચારણ સંભળાય.
Conclusion
ઇન્વેસ્ટિગેશનમાં પુરવાર થાય છે કે આ એક ક્લિપ્ડ વીડિયો છે અને ખોટા સંદર્ભ સાથે તેને શેર કરવામાં આવ્યો છે. તેમાં તેનો સાચો સંદર્ભ નથી અપાયો. જેનો અર્થ કે વડા પ્રધાન મોદીએ ભાષણમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી.
Result : Missing Context
Our Source
YouTube Video BJP On 21 Apr, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044