Authors
Claim – મોદીના પ્રચાર છતાં ભાજપને લક્ષ્યદ્વીપમાં માત્ર 201 મત મળ્યા.
Fact – દાવાની તપાસમાં બહાર આવ્યું છે કે દાવો ખોટા સંદર્ભવાળો છે.
તાજેતરમાં જ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે અને એનડીએના નેતૃત્ત્વમાં મોદી સરકારની રચના થઈ છે. વડા પ્રધાન મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લઈ લીધા છે. દરમિયાન લક્ષ્યદ્વીપના પરિણામો મામલે એક દાવો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ટાપુની મુલાકાતે ગયા હતા અને તેની પ્રવાસન ક્ષમતાને પ્રકાશિત કરી હતી ત્યારે મુસ્લિમ મત બેંકોને આકર્ષિત કરવાના પ્રયાસો છતાં ભાજપને લક્ષદ્વીપ લોકસભા બેઠક પર માત્ર 201 મત મળ્યા છે.
ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
Fact Check/Verification
ન્યૂઝચેકરે સૌપ્રથમ “લક્ષદ્વીપ 201 વોટ બીજેપી” માટે કીવર્ડ સર્ચ ચલાવ્યું, તેના કારણે અમને 2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 19 એપ્રિલે યોજાયેલી ચૂંટણી અંગે કેટલાક સમાચાર અહેવાલો મળ્યા.
4 જૂન, 2024ના રોજના હિંદુ રિપોર્ટ મુજબ, “INC ઉમેદવાર મોહમ્મદ હમદુલ્લા સઈદે લક્ષદ્વીપ લોકસભા ચૂંટણી જીતી છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર [NCP(SP)]ના વર્તમાન સાંસદ મોહમ્મદ ફૈઝલ પદિપપુરા તેમની સામે 2,647 મતોના માર્જીનથી હારી ગયા. કેન્દ્રશાસિત પ્રદેશમાં માત્ર એક જ લોકસભા મતવિસ્તાર છે અને મતદાન 84.16 ટકા થયું હતું. તેમાં કુલ 57,594 મતદારો છે.”
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ભાજપની આગેવાની હેઠળના NDA એ NCP (અજિત પવાર)ના ટીપી યુસુફને મેદાનમાં ઉતાર્યા હતા, જે વાયરલ દાવાનો વિરોધાભાસ કરે છે. અમને જાણવા મળ્યું કે, ટીપી યુસુફ 201 મત મેળવીને ત્રીજા ક્રમે છે.
ડેક્કન હેરાલ્ડના 6 જૂન, 2024ના અહેવાલ મુજબ “NCPમાં વિભાજન અને NCP (AP) જૂથ NDAમાં જોડાયા પછી લક્ષદ્વીપ બેઠક NCP (AP) જૂથને આપવામાં આવી હતી. પાર્ટીએ મુસ્લિમ વિદ્વાન યુસુફ ટીપીને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. પરંતુ આ તમામ પ્રયાસોએ NDAને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા પ્રદેશના મતદારોને આકર્ષવામાં મદદ કરી ન હતી.”
અમે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ પર ગયા, જ્યાં અમે પુષ્ટિ કરી કે NCPના યુસુફ ટીપીને માત્ર 201 મત મળ્યા છે.
Read Also : Fact Check: ગુજરાતમાં ગાંધી આશ્રમમાં ડિમોલિશન માટે બુલડોઝર લવાયાની તસવીરનું સત્ય શું છે?
Conclusion
દાવાની તપાસ કરતા સંદર્ભ ખોટો હોવાનું જાણવા મળે છે.
Result – Missing Context
Sources
Deccan Herald report, June 6, 2024
ECI WEBSITE
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044