Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : મનાલીમાં ભૂસ્ખલન
Fact : મનાલીમાં ભૂસ્ખલનની કથિત વાયરલ ક્લિપ 2019માં જમ્મુ-શ્રીનગર હાઇવે પર બનેલ ઘટના છે.
હિમાચલ પ્રદેશમાં સતત ધોધમાર વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓ સર્જાઈ છે, જેમાં કેટલાક લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ભૂસ્ખલનની ભયંકર પરિસ્થિતિ, પૂર જોશમાં વહેતી નદીઓ, જળબંબાકાર વણચકાસાયેલા દ્રશ્યોથી ભરાયેલ છે. ભૂસ્ખલનનો આવો જ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં યુઝર્સે દાવો કરી રહ્યા છે કે તે આ મનાલીમાં બનેલ ઘટના છે.

આ વીડિયોને ન્યુઝ સંસ્થાન Network18 દ્વારા પણ તાજેતરમાં હિમાચલમાં ભારે વરસાદના કારણે સર્જાયેલ તારાજી દર્શવતા એક ન્યુઝ બુલેટિનમાં શેર કરવાંમાં આવેલ છે.
આ પણ વાંચો : ફ્રાન્સમાં તાજેતરની હિંસા સાથે અલ્જેરિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિરોધનો જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો
મનાલીમાં ભૂસ્ખલનની કથિત વાયરલ ક્લિપના કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા @Savejmmu દ્વારા 28 જુલાઈ, 2019ના રોજની ફેસબુક પોસ્ટ જોવા મળે છે. વાયરલ ફૂટેજને લઈને, પોસ્ટમાં કહેવામાં આવ્યું છે “NHW 44ના મુસાફરોનું ધ્યાન રાખો વધુ વરસાદના કારણે સંવેદનશીલ સ્થળોએ વારંવાર ભૂસખલનની ઘટના બની રહી છે. NHW 44ના મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે હવામાન સુધરે ત્યાં સુધી રામબન-બનિહાલ સંવેદનશીલ એરિયા પર મુસાફરી કરવાનું ટાળે…”

આ અંગે વધુ તપાસ કરતા ધ ટ્રિબ્યુન દ્વારા 28 જુલાઈ, 2019ના પોસ્ટ કરવામાં આવેલ YouTube વિડિયો જોવા મળે છે. જેમાં વાયરલ કલીપના દર્શ્યો જોઈ શકાય છે અને જણાવવામાં આવ્યું છે કે “રામબનમાં ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ”

ધ ટ્રિબ્યુનમાં પ્રકાશિત થયેલ આ ઘટના અંગેના વિગતવાર અહેવાલમાં જણાવાયું છે કે, “રાજ્યના રામબન જિલ્લામાં આવતા હાઇવે રામબન અને બનિહાલની વચ્ચે વિવિધ સ્થળોએ ભૂસ્ખલન થવાને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો., અમરનાથ યાત્રા સહિત હાઇવે પર તમામ પ્રકારની વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પંથલ, ડિગડોલ અને મરોગ સહિત અન્ય સ્થળોએ ભૂસ્ખલન જોવા મળ્યું હતું.”
મનાલીમાં ભૂસ્ખલનની કથિત વાયરલ ક્લિપ 2019માં જમ્મુ-શ્રીનગર હાઇવે પર બનેલ ઘટના છે. સોશ્યલ મીડિયા યુઝર્સ અને ન્યુઝ ચેનલ 2019ના વીડિયોને હાલની પરિસ્થિતિ હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Our Source
Facebook Post By @Savejmmu, Dated July 28, 2019
Report By The Tribune, Dated July 29, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044