મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીના દિવસે થયેલ સાંપ્રદાયિક હિંસા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસકર્મી કેટલીક મહિલાઓને ધરપકડ કરતા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ખરગોનનો છે, જ્યાં પોલીસે મુસ્લિમ મહિલાઓને હિંદુઓ પર પથ્થરો અને પેટ્રોલ બોમ્બ ફેંકવા બદલ જેલ મોકલી હતી.
ફેસબુક પર “રામનવમી ની શોભાયાત્રા ઉપર પથ્થર રૂપી ફૂલ ફેંકવા વાળી અપ્સરા ની વિદાઈ ધૂમધામ થી સરકારી ગાડી થી કરવાંમાં આવી” ટાઇટલ સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદની ભ્રામક તસ્વીર સાથે ભ્રામક માહિતી વાયરલ
Fact check / Verification
રામનવમી ની શોભાયાત્રા ઉપર પથ્થર ફેંકનાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીઓના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા,આ વીડિઓ ઇન્ડિયા બ્લૂમ્સ ન્યૂઝ સર્વિસ નામની યુટ્યુબ ચેનલ પર જોવા મળે છે. 15 એપ્રિલ 2020ના રોજ અપલોડ આવેલ ન્યુઝ બુલેટિન સાથે જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના મુરાદાબાદની છે.
વધુ માહિતી મુજબ, મુરાદાબાદમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ જ્યારે તેઓ કોરોનાથી મૃત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે ડોકટરોની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
મુરાદાબાદમાં બનેલ ઘટના અંગે ગુગલ સર્ચ કરતા ndtv દ્વારા એપ્રિલ 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. આ મામલો મુરાદાબાદના નવાબપુરા કોલોનીનો છે. સમાચાર મુજબ, જ્યારે આરોગ્ય કર્મચારીઓની ટીમ કોરોનાના શંકાસ્પદ દર્દીઓને લેવા માટે આવી રહ્યા હતા ત્યારે લોકોએ તેમના પર પથ્થર અને ઇંટો ફેંકવાનું શરૂ કર્યું. આ દરમિયાન પોલીસ ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. TOIના એક અહેવાલ મુજબ, આ ઘટના અંગે પોલીસે 7 મહિલાઓ અને 10 પુરૂષોની ધરપકડ કરી હતી .

Conclusion
રામનવમી ની શોભાયાત્રા ઉપર પથ્થર ફેંકનાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે 2020માં બનેલ અન્ય ઘટનાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. કોરોના સમયે એપ્રિલ 2020ના કેટલાક સ્થાનિકો દ્વારા આરોગ્ય કર્મીઓ તેમજ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો, જે સંદર્ભે આ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. વાયરલ વિડિઓ રામનવમીના દિવસે થયેલ કોમી હિંસાના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False Context/False
Our Source
Media Reports Of NDTV And TOI
Youtube Video Of India Blooms News Service
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044