Friday, December 20, 2024
Friday, December 20, 2024

HomeFact CheckFact Check: આર્મી પર થયેલા આતંકી હુમલાનો જૂનો વીડિયો ગુજરાતના BSF જવાનના...

Fact Check: આર્મી પર થયેલા આતંકી હુમલાનો જૂનો વીડિયો ગુજરાતના BSF જવાનના મોતની તાજી ઘટના તરીકે વાઇરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – ગુજરાતના કડાણા તાલુકાના બીએસએફ જવાનને આતંકીએ ગોળી મારતા શહીદ થયા હોવાનો વાઇરલ વીડિયો

Fact – દાવામાં સંદર્ભ ખૂટે છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે તે એક વર્ષ જૂનો છે અને કાશ્મીરમાં આર્મી સામેના આતંકી હુમલાનો છે.

તાજેતરમાં જ ગુજરાતના કડાણા તાલુકના લાડપુર ગામના વતની એવા બીએસએફ જવાન વિનોદભાઈ ખાંટનું મોત થયું હતું. સ્થાનિક મીડિયાએ પણ શહીદ વિનોદભાઈ ખાંટની અંતિમક્રિયાના અહેવાલો પ્રકાશિત કર્યાં હતા.

દરમિયાન, ન્યૂઝચેકરને તેની વોટ્સએપ ટીપલાઇન પર આ મામલે ફેક્ટ ચેક માટે એક વીડિયો દાવા સાથે પ્રાપ્ત થયો હતો.

દાવામાં કહેવાયું હતું કે, “મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લાડપુરના રહેવાસી જેઓ પંજાબ અમૃતસરમાં BSFમાં હતા (તે) વિનોદભાઈ ખાંટ આજ રોજ… દેશ માટે લડતાં લડતાં શહીદ થયેલા. છે ભગવાન એમના દિવ્યાં આત્મા નાં શાંતિ આપે.”

આ મૅસેજ સાથે એક વીડિયો પણ શેર કરવામાં આવેલ છે. વીડિયોમાં આંતકીઓ ભારતીય સેનાના કાફલા પર અંધાધૂધ ગોળીબાર કરતા દર્શાવાયા છે. અને તેમાં આર્મીના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે, જેમાં આતંકી એક આર્મી જવાનને ગોળીથી શૂટ કરતા જોવા મળે છે.

વીડિયોમાં જે આતંકી ગોળીબાર કરી રહી છે તેણે બૉડીકૅમ એટલે કે ખભે કૅમેરો રાખેલો છે આથી સમગ્ર ઘટનાક્રમ અને હુમલો તેમાં કેદ થઈ રહ્યો છે.

ગુજરાતના જવાનના મોતની તાજી ઘટના અને તેની સાથે તેમનું વીડિયોમાં દર્શાવ્યા મુજબ લડતા લડતા મોત થયું હોવાનું દર્શાવવાનો દાવો કરતો વીડિયો ફેક્ટ ચેક તપાસ માટે અમને મોકલવામાં આવ્યો હતો.

Courtesy – WhatsApp Tipline Newschecker

ન્યૂઝચેકરને તેની વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર પણ તથ્ય તપાસવાની વિનંતી કરતો આ દાવો પ્રાપ્ત થયો હતો.

Fact Check/Verification

શહીદ જવાનના મોત તરીકે શેર કરવામાં આવેલા વીડિયોની ન્યૂઝચેકરે તપાસ કરતા સૌપ્રથમ એ જાણવાની કોશિશ કરી કે દાવામાં ઉલ્લેખ કરવામાં આવેલ સમાચાર સાચા છે કે ખોટા.

તપાસ કરતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ બાબતોના મંત્રી કુબેર ડિંડોરનું ટ્વીટ જોવા મળ્યું.

ગુજરાત સરકારના બંને મંત્રીઓએ શહીદ જવાન વિનોદભાઈ ખાંટને શ્રદ્ધાંજલી પાઠવતું ટ્વીટ કર્યું હતું. બંનેએ 20 જુલાઈ-2024ના રોજ પ્લેટફોર્મ X (ટ્વિટર) પર ટ્વીટ કર્યું હતું.

બંને મંત્રીના ટ્વીટના આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.

કુબેર ડિંડોરે શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે, “ભારતના સપૂત – શહીદને સલામ”

“મહીસાગર જિલ્લાનાં કડાણા તાલુકાનાં લાડપુર ગામના રહેવાસી વીર સૈનિક વિનોદભાઈ ખાંટ દેશની સુરક્ષા માટે BSF માં ફરજ બજાવતા શહીદ થતા તેમને શ્રદ્ધાપૂર્વક નમન.”

“ઈશ્વર ભારતના વીર સપૂતની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. શહીદની ચેતનાને વંદન.”

બંને મંત્રીઓએ શહીદ જવાન વિનોદભાઈ ખાંટની યુનિફૉર્મમાં બંદૂક સાથેની ફરજ પરની તસવીર પણ શેર કરેલ છે.

જેનો અર્થ એ થાય છે કે, બીએસફમાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનનું મોત તાજેતરમાં થયું છે. જોકે, અત્રે એ નોંધવું કે, મંત્રીઓએ એ ઉલ્લેખ નથી કરેલ કે વિનોદભાઈ ખાંટનું મોત કેવી રીતે અને ક્યાં થયેલ છે.

પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર તેઓ અમૃતસરમાં વાઘા-અટારી સરહદે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમનું મોત થયું છે.

ન તો સરકારના બંને મંત્રી અથવા સ્થાનિક મીડિયાએ ક્યાંય એવો ઉલ્લેખ કરેલ નથી કે તેમનું મોત કાશ્મીરમાં થયું છે.

આતંકી સાથે કાશ્મીરમાં અથડામણનો વીડિયો

ત્યાર બાદ અમે દાવા સાથે શેર કરવામાં આવેલી વીડિયોની તપાસ કરી. તપાસ કરતા અમે ગૂગલ લૅન્સ પર કીવર્ડ કરી.

જેમાં અમને હિંદુસ્તાન ટાઇમ્સનો 25 એપ્રિલ-2023નો એક અહેવાલ પ્રાપ્ત થયો તથા 9 મે-2023ના રોજનો બીજો એક અન્ય એમ બે અહેવાલ પ્રાપ્ત થયા.

Courtesy – Hindustan Times

અહેવાલો અનુસાર 20 એપ્રિલ-2023 જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આર્મીના કાફલા પર એક આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીના 5 જવાનોના મોત થયા હતા.

હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદની જ એક પાંખ પીપલ્સ એ્ન્ટ ફાસિસ્ટ ફ્રંટ (PAFF)એ લીધી હતી. વળી અહેવાલોમાં કહેવાયું છે કે 5 મે-2024ના આંતકી પાંખ પીએએફએફ દ્વારા 20 એપ્રિલના રોજ કરેલા હુમલાના ફૂટેજ પણ રિલિઝ કરવામાં આવ્યા હતા. આંતકીએ બૉડીકૅમ દ્વારા હુમલો કૅમેરામાં કેદ કરેલ હતો તેના ફૂટેજીઝ હોવાની વાત તેમાં કરવામાં આવેલ છે.

વધુમાં અહેવાલમાં એવી પણ નોંધ છે કે એક વિરિષ્ઠ પોલીસ અધિકારીએ આ વીડિયો વિશે એમ પણ કહ્યું હતું કે, “વીડિયો સાચો છે.”

ધ્યાનથી તપાસ કરતા 20 એપ્રિલ-2023ના હુમલાના વીડિયોના ફૂટેજ અને દાવા સાથે શેર કરવામાં આવેલ વીડિયોના ફૂટેજ મૅચ થાય છે. તેમાં આર્મીની ટ્રક અને હથિયારધારી આતંકીના ફૂટેજ મૅચ થાય છે. જોકે, વધુ ફૂટેજીસ લોહિયાળ હોવાથી વીડિયો અહેવાલમાં બ્લર કરવામાં આવેલ છે, પરંતુ ગુજરાતના જવાનના મોતના દાવા સાથે શેર કરવામાં આવેલા વીડિયો અને ગયા વર્ષે પૂંચમાં થયેલા હુમલાના ફૂટેજીસ મૅચ થાય છે.

વધુમાં 25 એપ્રિલ-2023ના રોજનો ‘ધ સ્ટેટ્સમૅન’નો અહેવાલ પણ સૂચવે છે કે, જૈશની પાંખ પીએએફએફ દ્વારા પૂંચ હૂમલાના વીડિયો ફૂટેજીઝ વાઇરલ કરવામાં આવ્યા હતા. આ અહેવાલમાં દર્શાવેલ તસવીર અને તસવીર પર રહેલો આતંકી સંગઠનનો લૉગો દાવા સાથે શેર કરવામાં આવેલા વીડિયોની સાથે મૅચ થાય છે.

Courtesy – The Statesman

તદુપરાંત, 20મી માર્ચ-2023ના રોજ ઇન્ડિયન આર્મી દ્વારા પૂંચ હુમલામાં શહીત થયેલા વીર જવાનોના નામ પણ જાહેર કરાયા હતા. અને તેમાં કોઈપણ સુરક્ષાકર્મી ગુજરાતના હોવાનો ઉલ્લેખ નથી. જે સૂચવે છે કે વાઇરલ વીડિયોમાં જે જવાનને આતંકી ગોળી મારી રહ્યો છે તે સુરક્ષાકર્મી ગુજરાતના નથી.

ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ

આથી એક વાત સ્પષ્ટ થાય છે કે, જે વીડિયો ગુજરાતના બીએસએફ જવાનના મોત સાથે સાંકળી શેર કરવામાં આવેલો છે તે એક વર્ષ જૂના આતંકી હુમલાનો છે. એટલે કે ગુજરાતના શહીદ જવાન વિનોદભાઈ ખાંટનું મોત એ વીડિયોમાં દર્શાવાયું છે એ રીતે થયેલ નથી.

વિનોદભાઈ ખાંટ અમૃતસરમાં ફરજ પર હતા અને તેઓ તાજેતરમાં જ મૃત્યુ પામ્યા છે. જ્યારે વીડિયો કાશ્મીરમાં ગયા વર્ષે થયેલા હુમલાનો છે. આથી ખરેખર તેમાં સંદર્ભ ખૂટે અને એ વીડિયો સાથે શહીદ જવાનના મોત વચ્ચે કોઈ સંબંધ નથી.

Read Also – Fact Check: IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ સુધી લંબાવાઈ હોવાના સામાચાર ફેક

Conclusion

અમારી તપાસમાં એ નિષ્કર્ષ નીકળે છે કે ગુજરાતના બીએસએફ જવાન વિનોદભાઈનું તાજેતરમાં જ ફરજ દરમિયાન મોત થયા હોવાની વાત સાચી છે, પરંતુ શેર કરવામાં આવેલ વીડિયો તેમની મોતની ઘટનાનો છે એ વાત સાચી નથી. તેઓ અન્ય જગ્યાએ અન્ય સ્થળે ફરજ બજાવતી વખતે મૃ્ત્ય પામતા શહીદ થયા છે.

Result – Missing Context

Sources
X post by Gujarat Home Minister Harsh Sanghavi, dated, 20 July, 2024
X post by Gujarat Home Minister Kuber Dindor, dated, 20 July, 2024
X post by Northern Command-Indian Army, 21 Aprl, 2023
YouTube Video by Gujarat Crime News, dated 20 July,2024
YouTube Video by News Bharatkhand18, dated 20 July, 2024
News Report by Hindustan Times, dated, 25 Aprl, 2023
News Report by Hindustan Times, dated, 9 May, 2023
News Report by The Statesman, dated, 25 Aprl, 2023

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular