Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : બુર્જ ખલીફાએ પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે ન કર્યો
Fact : બુર્જ ખલિફા પર પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે કર્યો હોવાનો વિડીયો ઓફિશ્યલ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ છે.
ગઈકાલે 15 ઓગષ્ટ એટલેકે સ્વતંત્રતા દિવસ હતો. તમામ ભારતીયોએ ધ્વજ વંદન કરીને આ દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે 14 ઓગષ્ટ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હોય છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુબઇના બુર્જ ખલિફા પર પાકિસ્તાની ઝંડો ડિસ્પ્લે ના કરવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે. વીડિયોમાં લોકો બુર્જ ખલિફા પર 14 ઓગષ્ટના પાકિસ્તાની ઝંડો જોવા માટે રાહ જોઈ રહ્યા હતા, આ સમયે સાંભળવા મળે છે કે 12 વાગી ગયા હોવા છતાં ઝંડો ડિસ્પ્લે નથી કરવામાં આવ્યો.
નોંધનીય છે કે દુબઇની બુર્જ ખલિફા ઇમારત પર લાઈટ-શો એક આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં લગભગ દરેક દેશના સ્વતંત્રતા દિવસ પર તે દેશનો ઝંડો ડિસ્પ્લે કરવામાં આવે છે. ત્યારે 14 ઓગષ્ટના બુર્જ ખલીફાએ પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે ન કર્યો હોવાના દાવા સાથે યુઝર્સ વિડીયો શેર કરી રહ્યા છે.
બુર્જ ખલીફાએ પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે ન કર્યો હોવાના દાવા અંગે તપાસ શરૂ કરતા બુર્જ ખલિફાના તમામ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સર્ચ કરતા ઇન્સ્ટાગ્રામ પર 14 ઓગષ્ટના બુર્જ ખલિફા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોઈ શકાય છે.
અહીંયા, બુર્જ ખલિફા દ્વારા પાકિસ્તાની ઝંડો ડિસ્પ્લે કરવામાં આવેલો જોઈ શકાય છે. આ સાથે લખવામાં આવ્યું છે કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે બુર્જ ખલિફા લાઈટ-શો કર્યો છે. તમારા મહાન રાષ્ટ્રના સમૃદ્ધ વારસા અને સિદ્ધિઓની ઉજવણી કરો છો ત્યારે પાકિસ્તાનના લોકોને ગૌરવ, એકતા અને સમૃદ્ધિથી ભરેલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!
વધુમાં, બુર્જ ખલિફાના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી વાયરલ દાવા પર સ્પષ્ટતા કરતા જણાવવામાં આવે છે કે 14 ઓગષ્ટના પાકિસ્તાની ઝંડો સાંજે 7:50 વાગ્યે ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, બુર્જ ખલિફાના ઓફિશ્યલ એકાઉન્ટ પર 15 ઓગષ્ટના ભારતનો ઝંડો પણ ડિસ્પ્લે કરવામાં આવ્યો હોવાનો વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે.
(આ પણ વાંચો : રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હોવાના ભ્રામક વિડીયોનું સત્ય)
બુર્જ ખલીફાએ પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે ન કર્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. બુર્જ ખલિફા પર પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે કર્યો હોવાનો વિડીયો ઓફિશ્યલ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ છે.
Our Source
Official Instagram Account Of burjkhalifa, 14 Aug 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044