Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આઝાદીના 75માં વર્ષે ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમમાં સૌ કોઈએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી દ્વારા સોશ્યલ મીડિયા યુઝર્સને પોતાનું ડીપી બદલાવીને ત્રિરંગા રાખવા આગ્રહ કર્યો હતો. આ તમામ ક્રમમાં સોશ્યલ મીડિયા પર 15મી ઓગષ્ટની ઉજવણી પર અનેક ભ્રામક સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી, જે અંગે newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટ જોઈ શકાય છે.
ફેસબુક પર ‘Paltu Express‘ નામના યુઝર દ્વારા “14 ઓગષ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે!” ટાઇટલ સાથે એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ સાથે ANI દ્વારા ક્જેરીવાલની એક પ્રેસકોન્ફરન્સની ટ્વીટ શેર કરવામાં આવેલ છે, જ્યાં કેજરીવાલ દ્વારા તમામ નાગરિકોને 14 ઓગષ્ટના સાંજે ત્રિરંગો હાથમાં લઇ રાષ્ટ્રગાન ગાવા માટે અપીલ કરી હતી.
યુઝર્સ દાવો કરી રહ્યા છે કે કેજરીવાલ પાકિસ્તાન સાથે જોડાયેલ છે. તેમજ તેઓ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ માનવી રહ્યા છે વગેરે જેવા કટાક્ષ સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના પર ભાજપ નેતા અમિત માલવિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે “કેજરીવાલ પોતાના ક્ષેત્રના લોકો સાથે રમત રમી રહ્યા છે, આ એક અશુભ અને દુષ્ટ ઘટના કહેવાય“
આઝાદીના 75માં વર્ષે ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમના ક્રમમાં વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ સર્ચ કરતા indiatoday અને hindustantimes દ્વારા 5 ઓગષ્ટના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા મળતી માહિતી મુજબ, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 5 ઓગષ્ટના રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને અપીલ કરી હતી કે તેઓ 14 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યે તેમના ઘરે ત્રિરંગો લહેરાવીને અને રાષ્ટ્રગીત ગાઈને દેશની 75મી સ્વતંત્રતા વર્ષગાંઠની ઉજવણી કરે.
આ અંગે ટ્વીટર પર ANI અને Arvind Kejriwalના સત્તાવાર એકાઉન્ટ પરથી 5 ઓગષ્ટના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ સાથે શેર કરવામાં આવેલ વિડીયોમાં કેજરીવાલ કહી રહ્યા છે કે “હું દરેકને અપીલ કરવા માંગુ છું કે 14મી ઓગસ્ટે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને આપણું રાષ્ટ્રગીત ગાઓ. દિલ્હીમાં અમે વિવિધ સ્થળોએ લોકોને 25 લાખ ત્રિરંગા ઝંડાઓનું વિતરણ કરીશું
આઝાદીના 75માં વર્ષે ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમના ક્રમમાં વાયરલ થયેલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. કેજરીવાલ દ્વારા તમામ લોકોને 14 ઓગષ્ટના હાથમાં ત્રિરંગો પકડીને રાષ્ટ્રગાન ગાવા અપીલ કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હોવાના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Our Source
Media Reports Of indiatoday And hindustantimes on 5 Aug 2022
Tweet Of ANI And Arvind Kejriwal On 5 Aug 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
January 6, 2025
Prathmesh Khunt
August 16, 2023
Vasudha Beri
June 15, 2023