Fact Check
‘ના યોગી, ના મોદી કે ના તો જય શ્રીરામ’ સ્લોગન સાથે વાયરલ પોસ્ટર 2018માં થયેલ આંદોલન છે.

‘ના યોગી, ના મોદી કે ના તો જય શ્રીરામ મજૂરો દેશ પર શાસન કરશે‘. સોશિયલ મીડિયા પર આ સ્લોગન સાથેનું એક પોસ્ટર હાલના ખેડૂત આંદોલનનું હોવાના દાવા સાથે વાયરલ થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
હાલના ખેડૂત આંદોલન અંગે ઘણા ભ્રામક દાવાઓ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં એક પોસ્ટર પણ વાયરલ થયું હતું. ટ્વિટર અને ફેસબુક પર ‘આવા સુત્રોચાર વાળું કીસાન આંદોલન મેં તો અત્યાર સુધી જોયું નથી….મોદી-યોગી સુધી તો સમજ્યા પણ શ્રી રામ નો વિરોધ કરી શકે એવા આ દેશ માં પેહલા ખેડૂત જોયા….કુછ તો ગડબડ હે દયા….’ કેપશન સાથે આ પોસ્ટર શેર કરવામાં આવેલ છે. આ ખેડુતોનું આંદોલન નથી, પરંતુ ભારત દેશ પર હુમલો છે. ખેડૂત આંદોલન વિશે આ પોસ્ટર શેર કરતી વખતે, ઘણા વપરાશકર્તાઓ તેને આતંકવાદી ભંડોળ ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા વપરાશકર્તાઓ તેને ખાલિસ્તાનના પ્રદર્શન તરીકે રજૂ કરીને એક અલગ દાવા સાથે શેર કરી રહ્યાં છે.
Factcheck / Verification
જ્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પોસ્ટરની તપાસ માટે ગૂગલ રીવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક સોશ્યલ મીડિયા લિંક્સ જોવા મળે છે, જેમાં હાલના ખેડૂત ચળવળનું વર્ણન છે. વાયરલ પોસ્ટને કેટલાક કીવર્ડ્સ સાથે સર્ચ કરતા એક ફેસબુક પેજ પર વાયરલ થયેલી તસ્વીર મળી હતી. આ પોસ્ટર વર્ષ 2018 માં અપલોડ કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે આ પોસ્ટર અખિલ ભારતીય કિસાન મહાસભા નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ છે.
વધુ તપાસ દરમિયાન ફેસબુક પેજ પર જન ગન મન કી બાત નામની એક વાયરલ પોસ્ટ મળી હતી. આ પોસ્ટર ડિસેમ્બર 2018 માં અપલોડ કરવામાં આવ્યું હતું. પોસ્ટરના કેપશન લખ્યું છે, ‘ખેડૂત આંદોલન ચરમસીમાએ છે, ખેડૂતોની માંગ ન્યાયી છે અને દરેકને સહમત થવું પડશે અન્યથા આ આંદોલન દિલ્હીથી આગળ વધી શકે છે.’
વર્ષ 2018 માં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આંદોલનના ઘણા મીડિયા અહેવાલો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તે દરમિયાન પણ, દિલ્હીના જંતર મંતર ખાતે, ઘણા ખેડૂત સંગઠનોએ સરકાર વિરુદ્ધ ધરણા કર્યા હતા. વાયરલ પોસ્ટમાં AIKS લાલ ઝંડો પણ દેખાઈ રહ્યો છે. આ ધ્વજ CPIMના ખેડૂત એકમનો છે. BBCએ પણ આ આંદોલન અંગે 2018 માં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

Conclusion
હાલના આંદોલનને જણાવીને જે પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે તે ખરેખર વર્ષ 2018 માં થયેલ ખેડૂત આંદોલન સમયની તસ્વીર છે. આ પોસ્ટરનો હાલમાં ચાલી રહેલ કિસાન આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
Result :- Misleading
Our Source
बीबीसी
જન ગન મન કી બાત
અખિલ ભારતીય કિસાન મહાસભા
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)