ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પીએમ મોદી હાથ મિલાવીને લોકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળે છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં પીએમ મોદીના રોડ શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં વિધાનસભા માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે પૂર્ણ થયું છે. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષો રોડથી લઈને સોશિયલ મીડિયા સુધી લોકોને આકર્ષવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. દરમિયાન, ગુજરાતમાં પીએમ મોદીના રોડ શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હોવાના દાવા સાથે એક ક્લિપ શેર કરવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
ગુજરાતમાં પીએમ મોદીના રોડ શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હોવાના વિડિયોના કિફ્રેમ્સ ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી સર્ચ કરતા NDTVની વેબસાઇટ પર 27 નવેમ્બર 2022ના રોજ પ્રકાશિત થયેલ એક રિપોર્ટ જોવા મળે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોદીના રોડ શો દરમિયાન કેજરીવાલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા નથી. અહેવાલ મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ સુરતમાં રેલી કરી હતી.

આ અંગે ગુજરાતી મીડિયા વેબસાઈટ દેશગુજરાતના ટ્વિટર હેન્ડલ દ્વારા 27 નવેમ્બર 2022ના પોસ્ટ કરવામાં આવેલ એક ટ્વીટ જોવા મળે છે. અહીંયા, સુરાત ખાતે પીએમ મોદીના રોડ-શોનો વિડીયો જોઈ શકાય છે. અહીંયા પીએમ મોદી લોકોનું અભિવાદન લઇ રહ્યા છે, જ્યાં કેજરીવાલના નામના નારા સાંભળવા મળતા નથી.
તપાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર સુરતના રોડ-શોનો વીડિયો પોસ્ટ કરવામાં આવેલ છે. આ વીડિયોને ધ્યાનથી સાંભળવા પર અરવિંદ કેજરીવાલની તરફેણમાં કોઈ નારા સાંભળવા મળતા નથી. જો..કે વીડિયોમાં મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર સાંભળી શકાય છે.
વધુમાં, અમને બીજો એક વિડિયો પણ જોવા મળ્યો છે, જેમાં વાયરલ ક્લિપમાં સાંભળવામાં આવેલો સમાન ઓડિયો છે. અહીંયા જોઈ શકાય છે કે કોઈ અન્ય સ્થળ પરથી પણ રેલીમાં કેજરીવાલ તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો કે, ન્યૂઝચેકર સ્વતંત્ર રીતે તેની સત્યતા ચકાસી શક્યું નથી.
Conclusion
ગુજરાતમાં પીએમ મોદીના રોડ શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો સાથે છેડછાડ કરવામાં આવેલ છે. સુરત ખાતે પીએમ મોદીના રોડ-શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લાગ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Result : Altered Video
Our Source
Report Published by NDTV
Tweet by Desh Gujarat
Youtube Video by Narendra Modi
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044