Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ NDTV દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટનો સ્ક્રીનશૉટ શેર કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ માટે પ્રયત્નોના અભાવની ટીકા કરીને પોતાના પર જ કટાક્ષ કર્યો છે. ટ્વિટર યુઝર્સે નિશાન સાધી રહ્યા છે કે પીએમ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર હતા. યુઝર્સે એ પણ ધ્યાન દોર્યું કે 1995થી રાજ્યમાં ભાજપની સત્તા છે. વાયરલ ટ્વીટના સ્ક્રીનશોટમાં હેડલાઇન છે કે “ગુજરાત પાસે સૌથી લાંબો દરિયાકિનારો છે, પરંતુ તેને વિકસાવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી: પીએમ મોદી”.

NDTV દ્વારા 29 સપ્ટેમ્બરના કરવામાં આવેલ ટ્વીટનું આર્કાઇવ વર્ઝન જોઈ શકાય છે. જયારે ઓરીજનલ પોસ્ટ હટાવવામાં આવેલ છે.

પીએમ મોદી દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ માટે પ્રયત્નોના અભાવની ટીકા કરવામાં આવી હોવાના દાવા સાથે NDTV ન્યુઝના ટ્વીટ અંગે ગુગલ સર્ચ કરતા NDTV દ્વારા 29 સપ્ટેમ્બરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ, પ્રધાનમંત્રી મોદી દ્વારા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે પ્રચારમાં પૈસા વેડફ્યા વિના રાજ્યના દરિયાકાંઠે અનેક મોટા-મોટા પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હોવા અંગે વાત કરી હતી.

અહેવાલ મુજબ,પીએમ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં જાહેર રેલીને સંબોધિત કરતી વખતે, તે દ્વીપકલ્પીય પ્રદેશ છે અને કહ્યું હતું કે ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો હોવા છતાં, આઝાદી પછીના દાયકાઓ સુધી તેના વિકાસ માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, પરંતુ ભાજપ સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષોમાં તેને દેશના સમૃદ્ધિના દ્વારમાં ફેરવવાના પ્રામાણિક પ્રયાસો કરવામાં આવ્યા છે.
ન્યુઝ ચેનલના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે પીએમ મોદીએ અગાઉની સરકારો પર લક્ષ્ય સાધતા તેમના પક્ષના શાસને રાજ્યના દરિયાકાંઠાના વિકાસમાં કેવી રીતે મદદ કરી તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે “ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, પરંતુ ભારતને આઝાદી મળ્યા પછી દાયકાઓ સુધી તેના વિકાસ માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.”
ભાવનગરમાં પીએમ મોદીની જનસભા અંગે સર્ચ કરતા ‘નરેન્દ્ર મોદી‘ ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરાયેલ વિડિયો જોવા મળે છે. વિડીયોનું શીર્ષક છે “ગુજરાતના ભાવનગરમાં વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ વખતે PM Modiનું ભાષણ”, જ્યારે વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી મુજબ,”PM મોદીએ ભાવનગરમાં ₹5,200 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે હાજર હતા.
વીડિયોમાં 5 મિનિટ 23 સેકન્ડ બાદ પીએમ મોદી આઝાદી પછી લાંબા સમય સુધી અવગણવામાં આવેલા દેશના સૌથી લાંબા દરિયાકિનારા વિશે વાત કરે છે. આ કાર્યક્રમ સમયે વડા પ્રધાને ટિપ્પણી કરી હતી કે છેલ્લા બે દાયકામાં સરકારે ગુજરાતના દરિયાકિનારાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં ઘણા બંદરોનો વિકાસ કર્યો છે, અને ઘણા બંદરોને આધુનિક બનાવ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ કર્યો પર સવાલ ઉઠાવતા અગાઉની સરકારોની ટીકા કરી હતી. NDTV દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે કારણે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વડાપ્રધાનની કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવી હતી.
Our Source
NDTV report, September 29, 2022
Youtube video, September 29, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Runjay Kumar
November 22, 2023
Pankaj Menon
November 10, 2023
Prathmesh Khunt
June 30, 2023