ક્લેમ :-
બેંક ઓફ બરોડા નું 3 મહિનામાં 21000 કરોડ નું નુકશાન બરોડા અને દેના બેંક વાળા ને ડરાવતો નથી આ તો માહિતી આપું છું.

વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર બેંક ઓફ બરોડાને લઇ દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંક ઓફ બરોડા 21000 કરોડના નુકશાનમાં છે. આ પોસ્ટને ફેસબુકના માધ્યમથી વાયરલ કરવામાં આવી છે.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા બેંક ઓફ બરોડામાં થયેલ નુકશાન અને જોખમ વિષે ખુલાસો આપતા રિપોર્ટ જોવા મળે છે. જેમાં economictimes, businesstelegraph, moneycontrol દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ પ્રમાણે આ દાવો ખોટો સાબિત થાય છે.



જાન્યુઆરી 24ના બેંક ઓફ બરોડા દ્વારા તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ત્રીજા ક્વાટરમાં 1407 કરોડનુ નુકશાન બેંકને થયેલ છે. તેમજ એક વર્ષ પહેલા બેંક 436 કરોડના ફાયદામાં હતી. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા પ્રમાણે બેંક ઓફ બરોડા 21000 કરોડના નુકશાનમાં છે, તે દાવો મળતા તમામ પરિણામો પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORT
BENK OF BARODA
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)