Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : પુલવામા હુમલો ભાજપ દ્વારા ઇરાદા પૂર્વકનું કૃત્ય અથવા કાવતરું હતું.
Fact : વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ ખરેખર 2019માં દૈનિક જાગરણ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટનો એક ભાગ છે.
વિંગ કમાન્ડર અભિનંદને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. અભિનંદને કહ્યું છે કે પુલવામા હુમલો ભાજપ દ્વારા ઇરાદા પૂર્વકનું કૃત્ય અથવા કાવતરું હતું. આ દાવો ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં યુઝર્સ એક ન્યુઝ પેપર કટીંગને શેર કરી રહ્યા છે.
ન્યુઝ પેપેર કટિંગમાં લખવામાં આવ્યું છે કે “અભિનંદનનું નિવેદન, પુલવામા હુમલો બીજેપી દ્વારા સુયોજિત કાવતરું હતું, અને પાકિસ્તાન પર નકલી હુમલો થયો, ઇમરાન ખાન મોદીને ચૂંટણી જીતવામાં મદદ કરી રહ્યા છે, બાલાકોટ બોમ્બ ધડાકો ઇમરાન ખાનની સંમતિથી થયો હતો”

વિંગ કમાન્ડર અભિનંદને લઈને સોશ્યલ મીડિયા પર ન્યુઝચેકર મરાઠી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીં વાંચો.
પુલવામા હુમલો ભાજપ દ્વારા ઇરાદા પૂર્વકનું કૃત્ય હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ અંગે કીવર્ડ સર્ચ કરતા કોઈ સચોટ મીડિયા રિપોર્ટ જોવા મળતા નથી. જ્યાં વિંગ કમાન્ડર અભિનંદને પુલવામાં હુમલા અંગે કોઈ નિવેદન આપ્યું હોય. તપાસ દરમિયાન અમને 6 માર્ચ 2019 ના રોજ ભારતીય વાયુસેના તરફથી પોસ્ટ કરવામાં આવેલ એક ટ્વિટ જોવા મળે છે.
અહીંયા, વિંગ કમાન્ડર અભિનંદનનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ હોવાનો દાવો કરતા કેટલાક નકલી એકાઉન્ટની માહિતી પોસ્ટ કરવામાં આવેલ છે. ટ્વિટ અનુસાર અભિનંદનનું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર પર કોઈ સત્તાવાર એકાઉન્ટ નથી. ઉપરાંત, તેઓએ જાહેરમાં મીડિયા સમક્ષ પુલવામાં હુમલા અંગે નિવેદન આપ્યું હોય તેવું પણ જાણવા મળ્યું નથી.
વાયરલ દાવામાં સાથે પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ પેપર કટિંગને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળે છે કે વિશ્વાસ ન્યૂઝે 16 મે, 2019ના રોજ વાયરલ દાવા અંગે ફેકટચેક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. 18 મે, 2019ના રોજ વિશ્વાસ ન્યૂઝના મીડિયા પાર્ટનર, દૈનિક જાગરણે આ ફેકટચેક રિપોર્ટ ન્યુઝ પેપરમાં પ્રકાશિત કર્યો હતો. આ સમાચારના કેટલાક ભાગો સોશ્યલ મીડિયા પોસ્ટ તરીકે શેર કરવામાં આવ્યા છે. જે પોસ્ટ શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે કે વિંગ કમાન્ડર અભિનંદને ભાજપ અને પુલવામા હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

અમે નોંધ્યું છે કે વાયરલ દાવામાં ઉપયોગમાં લેવાયેલ વિંગ કમાન્ડર અભિનંદનનો ફોટો પણ પાકિસ્તાન આર્મીની કસ્ટડીમાં હોવાના વિડિયોમાંથી લેવામાં આવ્યો હતો. જો તમે 1 માર્ચ, 2019ના રોજ ધ સન નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલ વિડિઓ જુઓ તો આ તસ્વીર પણ તે જ વિડિઓમાંથી લેવામાં આવેલ હોવાનું જણાય છે.
પુલવામા હુમલો ભાજપ દ્વારા ઇરાદા પૂર્વકનું કૃત્ય હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ ખરેખર 2019માં દૈનિક જાગરણ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટનો એક ભાગ છે. વિંગ કમાન્ડર અભિનંદને ભાજપ અને પુલવામા હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
OurSource
Article published by AajTak on February 12, 2020
Tweet made by Indian Airforce on March 6, 2019
Article published by Vishwas News on May 16, 2019
News published by Dainik Jagaran on May 18, 2019
Video published by The Sun on March 1, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044