સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક છોકરીઓ ડ્રગ્સ લેતી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પંજાબનો છે જ્યાં છોકરાઓ સિવાય છોકરીઓ પણ ડ્રગ્સની લતમાં છે. વાયરલ વિડીયો શેર કરતા યુઝર્સ દ્વારા AAP સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

વાયરલ વીડિયોને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે. ફેસબુક પોસ્ટ સાથે લખાણ શેર કરવામાં આવ્યું છે કે “ગુજરાતી લાલાઓ જુઓ કેજરીવાલે દિલ્લી પંજાબ ને શરાબ અને ડ્રગ ના નશા માં લોકો ને ડુબાડી દીધા,શું આપણે મોદીજી ના સમૃદ્ધ ગુજરાત ના આવા બદતર હાલ કરવા છે??“
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીથી લઈને T20 વર્લ્ડકપ સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
ડ્રગ્સ લેતી છોકરીઓના વાયરલ વીડિયોના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર જર્નાલિસ્ટ તરસેમ સિંહ ગહલે 10 જુલાઈ, 2018ના રોજ પોસ્ટ કરેલો આ સમાન વાયરલ વીડિયો જોવા મળે છે. સાથે લખ્યું હતું કે, “લાઇક કરવાને બદલે શેર કરો, મોટાભાગના પંજાબી યુવાનોની જેમ હવે પંજાબી યુવતીઓ પણ ડ્રગ્સના નશામાં ડૂબી રહી છે”
ફેસબુક યુઝર્સ I Love Ludhiana દ્વારા પણ સમાન વિડીયો જૂન 2015માં શેર કરવામાં આવેલ છે. આ ફેસબુક પોસ્ટ સાથે ડ્રગ્સના નશામાં સંપડાયેલી યુવતી અંગે કોઈ સચોટ જાણકારી જોવા મળતી નથી. આ ઉપરાંત, ગુગલ સર્ચ દરમિયાન dailymotion નામની વેબસાઈટ પર પણ આ સમાન વિડીયો જોઈ શકાય છે. ‘પંજાબી છોકરીઓ હોસ્ટેલના રૂમમાં નશા કરે છે’ ટાઇટલ સાથે આ વિડીયો 7 વર્ષ પહેલા પોસ્ટ કરવામાં આવેલ છે.

ડ્રગ્સ લેતી છોકરીઓના વાયરલ વીડિયો સાથે પંજાબની AAP સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. જયારે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર માર્ચ 2022માં બનેલ છે. economictimesના એક અહેવાલ મુજબ, પંજાબ આપના નેતા ભગવંત માન દ્વારા 16 માર્ચના રોજ મુખ્યમંત્રી પદ માટે શપથ લેવામાં આવ્યા હતા.
Conclusion
પંજાબની AAP સરકાર પર નિશાન સાધતા ડ્રગ્સ લઇ રહેલ યુવતીઓના વાયરલ વીડિયોને હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વિડીયો વર્ષ 2015થી ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં જોડીને ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.
Result : Missing Context
Our Source
Video uploaded by Journalist Tarsem Singh Gehal on July 10, 2018
Video uploaded by dailymotion on August 2015
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044