
મોરબીમાં જનતા પ્રચાર માટે નીકળેલા ભાજપના લોકોને માર મારી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
ફેસબુક યુઝર્સ “ગુજરાતના મોરબીમાં મોરબીની જનતા ભાજપ વાળા નું હાર્દિક સ્વાગત કરી રહી છે” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વાયરલ વીડિયોના અંદર લખવામાં આવ્યું છે કે “હવે ક્યાંઈ ભાજપનો પ્રચાર સંભળાઈ તો લોકો મારવા દોડે છે“

સુપ્રીમકોર્ટના વકીલ હરીશ સાલ્વે ભારતીયોને ચેતવણી આપી રહ્યા હોવાન દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને વોટસએપ પર સુપ્રીમકોર્ટના વકીલ હરીશ સાલ્વેના નામ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં હરીશ સાલ્વે ભારતના લોકોને વસ્તી નિયંત્રણ અંગે ચેતવણી આપતા કહ્યું કે આઝાદી સમયે ભારતમાં મુસ્લિમ વસ્તી 30 મિલિયન હતી જયારે હવે આ આંકડો 300 મિલિયન પોહચી ગયો છે. તેમજ ભાજપ આગામી ચૂંટણીમાં રાજ્યસભામાં બહુમત સાથે જીત મેળવશે અને 20-25 નવા બિલ રજૂ કરશે.

વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારનો 2017નો જૂનો વિડીયો વાયરલ
પાટણ જિલ્લાના રાધનપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લવિંગજી ઠાકોરની ઉમેદવારી નક્કી થઈ છે. સોશ્યલ મીડિયા પર લવિંગજી ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓને એક ભાષણ દરમિયાન “ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે છે” બોલતા સાંભળી શકાય છે. યુઝર્સ આ વીડિયોને વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

T20 વર્લ્ડકપમાં મોઈન અને આદિલના ધર્મને ધ્યાને લઈને ઈંગ્લેન્ડની ટીમે શેમ્પેનથી ઉજવણી ના કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફેસબુક પર “મોઈન અલી અને આદિલ રાશિદના ધર્મને માન આપીને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે શેમ્પેન (દારૂ ની બોટલ) ખોલ્યા વિના જ જીતની ઉજવણી કરી.” ટાઇટલ સાથે આ બન્ને ખેલાડીની એક તસ્વીર શેર કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇંગ્લેન્ડની ટિમ દ્વારા મોઈન અલી અને આદિલ રાશિદના ધર્મને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પર શેમ્પેનથી જીતની ઉજવણી બંધ રાખી હતી.

પશ્ચિમ બંગાળની 5 વર્ષ જૂની તસવીર ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનો રોડ-શો હોવાના દાવા સાથે વાયરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં એક ભવ્ય રોડ શો જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે સુરતમાં દિલ્હી આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથેના ભવ્ય રોડ શો દરમિયાન વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભર્યું હતું. યુઝર્સ દ્વારા તસ્વીર શેર કરતા લખી રહ્યા છે કે આ તસવીર ગુજરાતની જનતાના મિજાજને સ્પષ્ટ રીતે વર્ણવી રહી છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044