Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભાજપના ભૂતપૂર્વ નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે કતારમાં આવેલ રેડકો ઈન્ટરનેશનલ કંપની ભારતીય કર્મચારીઓને ટિકિટ સાથે પરત મોકલી રહી છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ રેડકો કંપનીમાં આ દ્રશ્યો સર્જાયા હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “બોવ લઈ હાલીતી નૂપુર શર્મા નિવેદન ના કારણે અંધભકતો બરાબર જોજો શું અસર થશે બીજા દેશોમાં રેહતા ને નોકરી કરતા લોકો ની હાલત” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ કેપશનમાં કટાક્ષ સાથે નૂપુર શર્માના સંદર્ભમાં આ ઘટના ઘટિત થઈ હોવાનો દાવો કરવામાં આવેલ છે.
નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ રેડકો કંપની દ્વારા ભારતીય કર્મચારીઓને પરત મોકલવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કીફ્રેમ રિવર્સ સર્ચ કરતાં અમને QN કતાર દ્વારા 29 માર્ચ 2022ના રોજ YouTube પર અપલોડ કરવામાં આવેલ સમાન વીડિયો જોવા મળે છે. વીડિયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, રેડકો ઈન્ટરનેશનલ તેના કર્મચારીઓને ફ્રી ટિકિટ આપી રહી છે. નોંધનીય છે કે આ વીડિયો ત્રણ મહિના જૂનો છે અને તેનો મોહમ્મદ પયગંબરને લઈને થયેલા તાજેતરના વિવાદ સાથે કોઈ સંબંધ નથી.
આ ઉપરાંત, અમને 26 માર્ચ 2022ના રોજ અપલોડ કરાયેલો બીજો વિડિયો જોવા મળે છે. જ્યાં, એક વ્યક્તિ ‘રેડકો ઈન્ટરનેશનલ’ બોર્ડની બહાર લોકોને સંબોધિત કરી રહ્યો છે. ‘રેડકો ઈન્ટરનેશનલ’ના કર્મચારીઓના વિરોધનો વિડિયો માર્ચ 2022માં અન્ય યુટ્યુબ ચેનલો દ્વારા પણ મૂકવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો.
અહીંયા, ફેસબુક યુઝર Nizam Sarkar Glb દ્વારા 9 જૂનના સમાન વિડિઓ પોસ્ટ કરતા સાથે તેઓએ આ ઘટનાને નૂપુર શર્માના સંદર્ભમાં ભ્રામક રીતે ફેલાવવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમજ અહીંયા આરબ ન્યુઝ વેબસાઈટ પર અનેક અહેવાલો જોઈ શકાય છે, જ્યાં દૈનિક ભથ્થા તેમજ પગાર સંબધિત વિવાદ પર કારીગરો વિરોધ કરી રહ્યા હતા.
વધુ વિગતો માટે અમે મેઇલ દ્વારા ‘રેડકો ઇન્ટરનેશનલ’નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતીના આધારે અપડેટ કરવામાં આવશે. તેમજ અમે સત્તાવાર રીતે પુષ્ટિ કરતા નથી કે આ વીડિયો ખરેખર રેડકો ઇન્ટરનેશનલ ખાતેનો છે, પરંતુ તે સ્પષ્ટ છે કે આ વાયરલ વીડિયો ઈન્ટરનેટ પર પૂર્વ ભાજપના નેતાઓ નુપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બનેલ ઘટના નથી.
નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ રેડકો કંપની દ્વારા ભારતીય કર્મચારીઓને પરત મોકલવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો પર મળતી માહિતી મુજબ આ ઘટના કતારના દોહા શહેરમાં આવેલ રેડકો કંપનીમાં બનેલ છે. તેમજ વાયરલ વિડિઓ માર્ચ 2022માં લેવામાં આવેલ છે. આ ઘટનાને હાલમાં નૂપુર શર્માની પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
YouTube Video on Same Incident By QN Qatar on 29 march 2022
Media report Of DohaNews on 28 April 2022
Google Searches
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 14, 2025
Dipalkumar Shah
February 21, 2025