Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : ચાઈનામાં આકાશ માંથી કીડાનો વરસાદ થયો
Fact : ચાઈનામાં આકાશ માંથી કીડાઓ વરસ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. વાયરલ વીડિયોમાં દેખાતી વસ્તુ પોપ્લર વૃક્ષોના ફૂલો છે.
એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રસ્તા પર પાર્ક કરાયેલ ગાડીઓ પર એક પ્રકારના કીડાઓ જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ચાઈના બેઇજિંગમાં બની હતી જ્યાં આકાશ માંથી કીડાનો વરસાદ થયો. ફેસબુક પર Zee24કલાક દ્વારા “આકાશમાં વરસ્યા કીડા, જાણો ચીનમાં આવું થવા પાછળ શું છે કારણ?” ટાઇટલ સાથે એક અહેવાલ પકાશિત કરવામાં આવેલ છે.
Zee24કલાક દ્વારા તેમના અહેવાલમાં ઘટના અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે “ચીનના લિયોનિંગ પ્રાંત (Province of Liaoning)માં કીડા (Worms)નો વરસાદ થયો, જે બાદ રસ્તાઓ અને કાર પર કીડાનો ઢગલો થઈ ગયો. સાઈન્સ જર્નલ મધર્સ નેચર અનસુરા, આ કીડા એક ચક્રવાતથી આવે છે.“
આ ક્રમમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં પણ ચીનમાં ‘વોર્મ રેઈન’ શીર્ષક સાથે વાયરલ ફૂટેજ શેર કરવામાં આવેલ છે. જોકે, અહેવાલ સાથે એન્કરે વીડિયોના તથ્યો સત્યતા ચકાસવાની બાકી હોવનન સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
ચાઈનામાં આકાશ માંથી કીડાઓ વરસ્યા હોવાની વાયરલ ફૂટેજ પોસ્ટ પર અમને ચીની પત્રકાર શેન શિવેઈ દ્વારા વિડિયોને “ભ્રામક” ગણાવતી ટિપ્પણી જોવા મળે છે. તેઓએ લખ્યું છે કે “હું બેઇજિંગમાં છું અને આ વીડિયો નકલી છે. બેઇજિંગમાં આ દિવસોમાં વરસાદ પડ્યો નથી”.
આ ઉપરાંત, અન્ય એક ટ્વિટર હેન્ડલ @Vxujianing એ પણ “ચીનમાં કીડાઓ વરસ્યા” પરની ઈનસાઈડર પેપરની પોસ્ટને ફેક ન્યૂઝ તરીકે ગણાવી છે. તેઓએ જણાવ્યું કે “વસંતમાં પોપ્લર વૃક્ષો માંથી જે વસ્તુઓ પડે છે તે કેટરપિલર (કીડાઓ) નથી, પરંતુ પોપ્લર વૃક્ષોના ફૂલો (ફૂલોના ઝુંડ) છે.” આ ટ્વીટ સાથે પોપ્લર વૃક્ષોના ફૂલોના ફોટોગ્રાફ્સ પણ શેર કરવામાં આવેલ છે.
11 માર્ચ, 2023ના રોજ ટ્વીટર યુઝર @journoturk એ “ચીનમાં કીડાનો વરસાદ”ના દાવાઓને ભ્રામક ગણાવતા જણાવ્યું કે “વિશ્વભરના અખબારો, ટીવી ચેનલો અને ન્યુઝ સાઇટ્સે ખોટા સમાચાર શેર કર્યા છે. ચાઇનામાં કીડાઓનો વરસાદ ન હતો, હકીકતમાં તે પોપ્લર વૃક્ષોના ફૂલો હતા જે તમે નીચેની વિડિઓમાંથી જોઈ શકો છો.”
વધુમાં, CGTN દ્વારા 8 મે, 2019ના પ્રકાશિત કરેલા અહેવાલમાં પોપ્લરના વૃક્ષના ફૂલોની તસ્વીર શેર કરવામાં આવી હતી જે વાયરલ વિડિયોમાં “વોર્મ્સ” (કીડાઓ) જેવા દેખાતા હતા. પોપ્લર એ એક ડાયોશિયસ છોડ છે, એટલે કે નર અને માદા ફૂલો અલગ-અલગ વૃક્ષો પર ઉગે છે, અને વૃક્ષના પાંદડા બહાર આવે તે પહેલાં ફૂલો ઝુંડમાં ખીલે છે.
ચાઈનામાં આકાશ માંથી કીડાઓ વરસ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. વાયરલ વીડિયોમાં દેખાતી વસ્તુ પોપ્લર વૃક્ષોના ફૂલો છે, ન્યુઝ ચેનલો અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આકાશ માંથી કીડાઓ વરસ્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Our Source
Tweet By Shen Shiwei, Dated March 10, 2023
Tweet By @Vxujianing, Dated March 11, 2023
Tweet By @yuzhinoksana, Dated March 12, 2023
Tweet By @journoturk, Dated March 11, 2023
Report by CGTN, dated May 8, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044