રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેના સરળ અને સહજ સ્વભાવ માટે અનેક વાર ચર્ચામાં હોય છે. ગણતંત્ર દિવસની સાંજે પદ્મ પુરસ્કારોની જાહેરત કરવામાં આવી હતી, આ સમયે પણ રામનાથ કોવિંદે સ્ટેજ પરથી નીચે આવીને એક પુરષ્કાર આપ્યો હતો, જે સમયે રામનાથ કોવિંદના આ સહજ સ્વભાવ અંગે લોકોએ ખુબ જ પ્રશંસા કરી હતી. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લગતા હોવાના દાવા સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક યુઝર્સ વિજય સવાણી દ્વારા “રાષ્ટ્રપતિ RSS વાળાના પગે પડ્યા” ટાઈટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેજ પર બે વ્યક્તિના ચરણ સ્પર્શ કરતા નજરે પડે છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લાગી રહ્યા છે.

આ પણ વાંચો : બોરિસ જોન્સનની ગુજરાત મુલાકાતથી લઇ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લગતા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન patrika અને livehindustan દ્વારા ફેબ્રુઆરી 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, કાનપુરમાં આવેલ BNSD કોલેજ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ગુરુઓના આશીર્વાદ લીધા હતા.

આ મુદ્દે વધુ તપાસ કરતા યુટ્યુબ પર President of India ઓફિશ્યલ ચેનલ પર 25 ફેબ્રુઆરી 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ કોવિંદે તેમના ભૂતપૂર્વ શિક્ષકો શ્રી પ્યારે લાલ, શ્રી હરિ રામ કપૂર અને શ્રી ટીએન ટંડનને કાનપુર ખાતે BNSD ઇન્ટર કોલેજ અને શિક્ષા નિકેતનમાં સન્માનિત કર્યા હતા.

ઉપરાંત, ટ્વીટર પર ANI દ્વારા 2019ના આ ઘટના સંબધિત કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. ટ્વીટર પોસ્ટ સાથે રામનાથ કોવિદ અને તેમના શિક્ષકોની તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે.
Conclusion
રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લગતા હોવાના ભ્રામક દાવા સાથે વિડીઓ શેર કરવામાં આવેલ છે. 2019માં રામનાથ કોવિંદ દ્વારા કાનપુર ખાતે BNSD કોલેજના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સમયે તેઓ પોતાના ભૂતપૂર્વ શિક્ષકોને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા હતા.
Result :- Misleading Content / Partly False
Our Source
Media Reports Of Patrika And Livehindustan
Youtube Channel OF President of India
Tweet Of ANI UP
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044