WeeklyWrap : બોરિસ જોન્સનની ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ઝૂંપડપટ્ટી ઢાંકવામાં આવી બીજી તરફ NATO સંગઠનના દેશોએ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી. તેમજ ઉનાળામાં ફ્યુલ ટેન્ક ફૂલ ના ભરવાની સલાહ અંગે ફેલાયેલ ભ્રામક દાવાઓ પર TOP ફેકટચેક

જામનગર સાંસદ પૂનમ માડમ વડોદરા ખાતે કેનાલમાં પડ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર “વડોદરા ના વિકાસ ના વાવાઝોડા મા ફસાઇને સાંસદ ગટર મા પડ્યા” ટાઇટલ સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. અહીંયા આ ઘટના વડોદરા ખાતે બનેલ હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

NATO સંગઠનના દેશોએ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
ફેસબુક પર “NATO એ રશિયા જોડે કર્યું યુદ્ધનું એલાન, થોડા જ સમય માં થશે ત્રીજુ વિશ્વ યુદ્ધ” ટાઇટલ સાથે એક ન્યુઝ અહેવાલની લિંક શેર કરવામાં આવેલ છે. જે અનુસાર, જર્મનીએ નાટોને રશિયા સાથે સીધો લશ્કરી મુકાબલો ટાળવાની સલાહ આપી છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને ડર હતો કે જો નાટો અને રશિયા ટકરાશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે.


ઉનાળામાં ફ્યુલ ટેન્ક ફૂલ ના ભરવા જોઈએ ટાઇટલ સાથે સળગતા બાઈકના વાયરલ થયેલા વિડીઓનું સત્ય
ફેસબુક પર “જરૂર કરતા ઉનાળા માં પ્રેટોલ વધારે નો પુરાવો અને સળગતી બાઇક થી દુર જ રહેવું આવી ભૂલ ક્યારેય ન કરવી” ટાઇટલ સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ 5 હજારથી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044