Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : ઉદ્યોગપતિ રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ રાશિદ ખાનનો દંડ પોતે ચૂકવશે અને 10 કરોડ રૂપિયા ચૂકવવાનું વચન આપ્યું.
Fact : ભ્રામક અફવા પર રતન ટાટા દ્વારા સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને લઈને એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ઝંડા સાથે ઘૂમવા બદલ ICCએ રાશિદ ખાન પર 55 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ પછી ઉદ્યોગપતિ રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ રાશિદ ખાનનો દંડ પોતે ચૂકવશે અને 10 કરોડ રૂપિયા ચૂકવવાનું વચન આપ્યું. જો કે, અમારી તપાસમાં, અમને જાણવા મળ્યું કે વાયરલ દાવો નકલી છે, રતન ટાટાએ પોતે એક ટ્વીટમાં તેની સ્પષ્ટ કર્યો છે.

વાયરલ દાવાને લઈને ફેસબુક પર ઘણી પોસ્ટ છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “રાશિદ ખાન પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ હેડલાઇન્સમાં છે. જેમણે જીત બાદ જમીન પર તિરંગો ફરકાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ રાશિદ પર 55 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ બાબતને લઈને પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાએ ઉદારતા દાખવી છે અને દંડની રકમ પોતે ચૂકવવાની જાહેરાત કરી છે.
રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ રાશિદ ખાનનો દંડ પોતે ચૂકવશે અને 10 કરોડ રૂપિયા ચૂકવવાનું વચન આપ્યું હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા કોઈ વિશ્વસનીય રિપોર્ટ મળ્યો નથી જેમાં વાયરલ દાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે ટ્વીટર પર રતન ટાટા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે “મેં ICC અથવા કોઈપણ ક્રિકેટ ફેકલ્ટીને કોઈપણ ક્રિકેટ સભ્ય વિશે કોઈપણ ખેલાડીઓને દંડ અથવા ઈનામ અંગે કોઈ સૂચનો કર્યા નથી. કૃપા કરીને આવા ભ્રામક WhatsApp ફોરવર્ડ અને વીડિયો પર વિશ્વાસ ન કરો”
રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ રાશિદ ખાનનો દંડ પોતે ચૂકવશે અને 10 કરોડ રૂપિયા ચૂકવવા અંગે ભ્રામક દાવો વાયરલ થઈ રહ્યો છે. ભ્રામક અફવા પર રતન ટાટા દ્વારા સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Our Source
Ratan Tata X account: Tweet on 30th Oct 2023
આ પણ વાંચો : આ ભ્રામક દાવા ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044